'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' વિવાદ પર ગુસ્સે ભરાયેલા અનુપમ ખેરે કાઢી ભડાશ, કહ્યું- સિનેમા અને રાજનીતિ.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલીઝ પહેલા ફિલ્મ વિવાદોમા ફસાઇ છે કેમકે તેને 2019ની લોકસભા ચૂંટણી પહેલા રિલીઝ કરવામાં આવી રહી છે. ગુસ્સે થયેલા અનુપમ ખેરે કહ્યું કે, જ્યારે દર્શક ફિલ્મને જોવા માટે થિએટરમાં જાયે છે તો તે નિયમિત સિનેમા જવાવાળા કે પછી ફિલ્મના શોખીન માણસો હોય છે, તે મતદારો નથી હોતા, ફિલ્મ જોઇને બહાર આવ્યા પછી તેમના દિમાગમાં જરૂર ફિલ્મ હોઇ શકે છે. પણ સિનેમા અને રાજનીતિને અલગ નથી કરી શકતા કેમકે બન્ને એકબીજાની પ્રતિબિંબ છે.
અભિનેતાએ કહ્યું કે, એક ફિલ્મ નિર્માતા કે કલાકાર એ નક્કી નથી કરતો કે લોકો કઇ પાર્ટી માટે વૉટિંગ કરી રહ્યાં છે. દરેક લોકો પોતાને વફાદાર હોય છે, તેઓ સ્વતંત્ર છે, ફિલ્મ તેમા કેટલુ યોગદાન આપી શકે છે?
63 વર્ષીય એક્ટર અનુપમ ખેરે પોતાની ફિલ્મ વિવાદને લઇને મોટો નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, સિનેમા અને રાજનીતિને અલગ અલગ નથી કરી શકાતી, કેમકે આ બન્ને એકબીજાના અરીસા છે.
મુંબઇઃ 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' ફિલ્મ પર હાલમાં વિવાદ ચાલી રહ્યો છે, કોંગ્રેસે પોતાના રાજ્યોમાં આ ફિલ્મ પર બેન લગાવ્યો છે, જ્યારે બીજેપીએ આના પર રાજકીય રંગ આપવાનો આરોપ લગાવ્યો છે. ફિલ્મમાં અનુપમ ખેરે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ભૂમિકા નિભાવી છે, જેને લઇને લોકોએ અનુપમ ખેરેને નિશાને ચઢાવ્યા છે. વિવાદને લઇને ગુસ્સે ભરાયેલા એક્ટર પોતાની ભડાશ કાઢી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -