અજય દેવગણે આ હોટ હીરોઈનને કઈ રીતે એપ્રિલ ફૂલ બનાવી કે તેની આંખમાં પાણી આવી ગયાં? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનાક્ષીએ કહ્યું કે, મને ખ્યાલ નહોતો કે તે ગાજરનો હલવો નહી પણ મરચાંની પેસ્ટ હતી. તે ખાવાથી આંખમાં પાણી આવી ગયાં, કાનમાંથી ધુમાડા નિકળી ગયા. મારી સાથે આ પહેલાં આવી મજાક કોઇએ પણ નહોતી કરી ને એ પછી અજય કંઈ પણ ખાવાનું કહે તો પોતે પહેલાં તેને ખાવાનું કહેતી ને એ ખાય પછી જ પોતે ખાય છે.
સોનાક્ષીએ જણાવ્યું કે, થોડાં વરસ પહેલાં સન ઓફ સરદાર ફિલ્મનું પટિયાલામાં શૂટિંગ ચાલતું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ્યારે સંપૂર્ણ ટીમ ડિનર કરી રહી હતી ત્યારે અજય દેવગણ એક વાટકીમાં ગાજરનો હલવો લઇને આવ્યા અને તેમણે સાથે કલાકારોને કહ્યું કે, આ હલવો ચાખો, એકદમ સ્પેશિયલ અને સ્વાદિષ્ટ છે.
મુંબઈઃ રવિવારે પહેલી એપ્રિલ હતી ને આ એપ્રિલ ફૂલના દિવસે લોકોને મૂર્ખ બનાવ્યાના ઘણા કિસ્સા નોંધાયા હશે પણ બોલીવુડની હોટ હીરોઈન અભિનેત્રી સોનાક્ષી સિંહાને થોડાં વરસ પહેલાં અભિનેતા અજય દેવગને જે રીતે અપ્રિલ ફૂલ બનાવી તે રીતે બહુ ઓછા લોકો મૂરખ બને. સોનાક્ષીએ પોતે આ કિસ્સો શેર કર્યો છે.
અજય દેવગણે સોનાક્ષીને સૌથી પહેલાં ચાખવા કહ્યું. સોનાક્ષી સામાન્ય રીતે ગાજરનો હલવો ખાતી નથી પણ અજયના વારંવાર આગ્રહ કરવાથી તેણે એક ચમચી હલવો ચાખ્યો. આ હલવો ચાખવાથી સોનાક્ષીની હાલત એ હદે ખરાબ થઈ ગઈ કે તેની આંખમાં પાણી આવી ગયાં.
સોનાક્ષીએ એક ટીવી શો દરમિયાન અજય દેવગણે તેને થોડાં વરસો પહેલાં કેવી રીતે એપ્રિલ ફુલ બનાવી તેનો એક કિસ્સો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે અજય દેવગણે તેની સાથે એવી મજાક કરી કે તેને કલ્પના પણ નહોતી ને એવું તેની સાથે પહેલાં ક્યારેય નહોતું થયું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -