વાસ્તવમાં નમિશ તનેજા ફિલ્મ જોવા ગયો હતો. ત્યારે તેમની પાસે એક અજાણ્યા નંબર પરથી અનેક મિસ્ડ કૉલ આવી હતી. કૉલ બેક કર્યા બાદ ખબર પડી કે કોઈ વ્યક્તિ ડેબિડ કાર્ડ બ્લૉક કરવાની જાણકારી આપી રહ્યો છે. તે દરમિયાન નમિશ પાસે પાંચ મેસેજ આવે છે. જેના પરથી તેને ખબર પડી કે કોઈકે તેના ખાતામાંથી પાંચ વખત 10-10 હજાર ઉપાડી લીધાં છે.
આ સમગ્ર ઘટનાને લઈ નમિશે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કે રાહતની વાત એ છે બેન્કની લાપરવાહીના કારણે તેની સાથે આ ઘટના બની હતી, તેથી હવે બેન્ક તેની ભરપાઈ કરશે.