આવારાથી લઈને દંગલ સુધી, આ 10 ફિલ્મ ચીનમાં થઈ છે રિલીઝ
દંગલ (2016)- બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ દંગલ ચીનમાં કમાણીના નવા નવા રેકોર્ડ હનાવ્યા છે. અત્યાર સુધીમાં દંગલે ચીનમાં 1200 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેન (2016) મહેશ શર્માની ફેન ફિલ્મને ચીનમાં ખૂબ જ ઓછો રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મે ચીનમાં 1.49 કરડો રૂિપાયની કમાણી કરી હતી.
બાહુબલી-1 (2015)- બાહુબલીનો પ્રથમ ભાગ ચીનમાં 6000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મે કુલ 7 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
હેપ્પી ન્યૂ યર (2014)- ચીનમાં આ ફિલ્મે 1.68 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો.
પીકે (2014)- આમિર ખાન સ્ટારર રાજકુમર હિરાણીની ભારતમાં હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મે ચીનમાં અંદાજે 123 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ધૂમ 3 (2013)- યશ રાજ ફિલ્મની ધૂમ સીરીઝની આ 3જી ફિલ્મમાં આમિર ખાન, અભિષેક બચ્ચન અને કેટરીના કૈફે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે ચીનમાં 24 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
દિલ્હી સફારી (2012)- 3ડી કોમ્પ્યુટર એનિમેટેડ કોમેડી આ ફિલ્મ નીખીલ અડવાણીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મે ચીનમાં 10.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
માય નેમ ઈસ ખાન (2010)- કરણ જોહર ડ્રામા ફિલ્મમાં શાહરૂખ ખાન અને કાજોલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ચીનમાં આ ફિલ્મે 50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
3 ઈડીયટ (2009): રાજકુમાર હીરાણીનીની કોમેડી કમ ડ્રામાં ફિલ્માં આમીર ખાન, કરીના કપૂર અને આર માધવને લીડ ભૂમિકા ભજવી હતી. ચીનમાં આ ફિલ્મે અંદાજે 16 કરોડની કમાણી કરી છે.
આવારા (1951)- રાજકપુરની આ ફિલ્મમાં નરગીસે પણ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ચીન ઉપરાંત રશિયામાં પણ રિલીઝ થઈ હતી.
ચીનઃ બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ દંગલ ચીનમાં કમાણીના નવા નવા રેકોર્ડ બનાવતી જાય છે. અત્યાર સુધીમાં દંગલે ચીનમાં 1200 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે દંગલ ફિલ્મએ વિશ્વભરમાં 296 મિલિયન ડોલરની કમાણી કરી છે. હાલમાં રજુ થયેલી બાહુબલી પણ અનેક ભાષામાં રિલીઝ થઈ હતી અને હવે તે ચીનમાં પણ રિલીઝ થઈ છે. જોકે ચીનમાં રિલીઝ થનારી ભારતીય ફિલ્મનો એક મોટો ઈતિહાસ છે. ચીનમાં અંદાજે 40,000 જેટલી સ્ક્રીન છે જેમાં ભારતની અનેક મોટા બજેટની અને સ્ટારડમ ધરાવતી ફિલ્મો રિલીઝ થઈ છે. આગલની સ્લાઈડ્સમાં વાંચો ચીનમાં રિલીઝ થયેલી ભારતની ટોપ-10 ફિલ્મ વિશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -