ચીનમાં પણ ‘Baahubali 2’એ ધૂમ મચાવી, બે દિવસમાં કરી અધધધ કમાણી
‘બાહુબલી ધ બિગનિંગ’ ચીનની બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નહોતી. આ ફિલ્મ ચીની બોક્સ ઓફિસ પર માત્ર 8 કરોડ રૂપિયાની કમાણી જ કરી શકી હતી. ‘બાહુબલી 2’ દુનિયાભરમાંથી 1700 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. હવે આ ફિલ્મ ચીનની બોક્સઓફિસ પર પણ ઝડપથી આગળ વધી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘દંગલ’એ ચીનમાં પહેલા દિવસે 2.08 મિલિયનની કમાણી કરી હતી. ચીનમાં આમિર ખાનની ‘દંગલ’ 7000 સ્ક્રિન્સમાં રિલીઝ થઈ છે. પ્રભાસની ‘બાહુબલી’ને 7000 કરતાં પણ વધારે સ્ક્રિન્સમાં રિલીઝ કરવામાં આવી હતી. આ મામલે પણ પ્રભાસની ફિલ્મે આમિરની ‘દંગલ’ને પાછળ રાખી છે.
પ્રભાસની ફિલ્મે સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ને ચીનમાં પહેલા દિવસે જ કમાણીની બાબતે પાછળ રાખી છે. ‘બજરંગી ભાઈજાન’એ પહેલા દિવસે ચીનમાં 2.24 મિલિયનનો બિઝનેસ કર્યો હતો.
આ શુક્રવારે ફિલ્મ ચીનમાં રિલીઝ થઈ અને તે બોક્સ ઓફર પર ધારણાં કરતાં વધારે કમાણી કરી રહી છે. પ્રથમ દિવસે ફિલ્મે 2.43 મિલિયન ડોલર (16.24 કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. જ્યારે શનિવારે આ ફિલ્મના કલેક્શનમાં થોડો ઉછાળો જોવા મળ્યો અને 19.64 કરોડ રૂપિયની કમાણી કરી. જોકે, ‘બાહુબલી 2’ આમિર ખાનની ‘સિક્રેટ સુપરસ્ટાર’ અને ઈરફાન ખાનની ‘હિંદી મીડિયમ’ કરતાં આગળ નીકળી શકી નથી.
નવી દિલ્હીઃ 2017ની બ્લોકબોસ્ટર ફિલ્મ બાહુબલી 2એ દેશભરમાં કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા હતા. આમિર ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાનની ફિલ્મને પાછળ છોડી દીધી હતી. દેશની નંબર વન ફિલ્મ બનનારી ફિલ્મ બાહુબલી 2એ ચીનની બોક્સ ઓફિસમાં પણ ધૂમ મચાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -