Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
'બાહુબલી' પ્રભાસે આમીર-સલમાનને પછાડ્યા પણ શાહરૂખને ના પછાડી શક્યો, જાણો વિગત
આમ જોવા જઈએ તો ફિલ્મોમાં કમાણીના મામલે શાહરૂખ, આમિર અને ખાન ત્રિપુટીનો જ દબદબો જોવા મળ્યો છે. જોકે બાહુબલી 2એ આ તમામના રેકોર્ડ તોડ્યા છે. માત્ર કમાણી જ નહીં પરંતુ સૌથી વધુ સ્ક્રીન પર રિલીઝ, વિદેશમાં કલેક્શન, સૌથી ઝડપી 100 કરોડની કમાણી જેવા રેકોર્ડ ફિલ્મે બનાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે શાહરૂખ ખાનની ફિલ્મ હેપ્પી ન્યૂર ફિલ્મએ પ્રથમ દિવસે 45 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જેને પછાડવામાં બાહુબલી 2 નિષ્ફળ રહી છે. જોકે એક જ દિવસમાં વધુ કમાણી કરવાને મામલે બાહુબલી 2 સૌથી ઉપર છે જે રિલીઝ થયાના ત્રીજા દિવસે એટલે કે રવિવારે 46.5 કરોડ રૂપિયાની કમાણી સાથે ટોપ પર છે.
જોકે ફિલ્મ રિલીઝ થયાના પ્રથમ દિવસે કમાણીના મામલે બાહુબલી 2 શાહરૂખ ખાનની ફિલ્મ હેપ્પી ન્યૂ યરનો રેકોર્ડ તોડી શકી નથી. બાહુબલી 2એ પ્રથમ દિવસે 41 કરોડની કમાણી કરી જ્યારે સલમાન ખાનની ફિલ્મે 36.54 કરોડ અને આમિર ખાનની ફિલ્મ દંગલે 29.78 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ બન્ને ફિલ્મ કરતાં બાહુબલી 2નું પ્રથમ દિવસે કલેક્શન વધારે રહ્યું છે.
માત્ર હિન્દી શોની વાત કરીએ તો બાહુબલી 2ની આ કમાણીના આંકડા ખુદ કરણ જોહરે જાહેર કર્યા છે. કરણે ટ્વીટ કરીને હિન્દી ભાષાની ફિલ્મના શોએ પ્રથમ દિવસે 41 કરોડ, બીજા દિવસે 40.5 કરોડ અને ત્રીજા દિવસે એટલે કે રવિવારે 46.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે માત્ર હિન્દી શો દ્વારાજ ફિલ્મે 128 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
નવી દિલ્હીઃ બાહુબલી 2એ રિલીઝના પ્રથમ ત્રણ દિવસમાં હિન્દી બેલ્ટમાં 128 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેની સાથે જ ફિલ્મે આમિર અને સલમાન ખાનની ફિલ્મના રેકોર્ડ પણ તોડી નાંખ્યા છે જોકે આ ફિલ્મ શાહરૂખ ખાનની એક ફિલ્મનો રેકોર્ડ તોડી શકી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -