'બાહુબલી ફિલ્મે નથી તોડ્યા રેકોર્ડ, ગદર વધારે સફળ ફિલ્મ, આજના હિસાબે 5000 કરોડની કરેલી કમાણી', કોણે કર્યો આ દાવો?
બાહુબલી-2ને હિન્દી સિનેમામાં સૌથી મોટી હિટ ફિલ્મ ગણવામાં આવી રહી છે. કહેવાય છે કે, આ ફિલ્મ આવનારા દિવસોમાં 2000 કરોડ રૂપિયાનો આંકડો પણ પાર કરી લેશે. આમિર ખાનની દંગલ પણ 1500 કરોડ રૂપિયાનો જાદુઈ આંકડો પાર કરી ચૂકી છે. તમને જણાવીએ કે, બાહુબલી-2 અને દંગલ ઉપરાંત બોલીવુડની કોઈપણ ફિલ્મ અત્યાર સુધી આ આંકડા સુધી પહોંચી શકી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, તેની ફિલ્મની કમાણીને 5000 કરોડ રૂપિયાની કમાણી તરીકે જોઈ શકાય છે. અમીષા પટેલ અને સની દેઓલ સ્ટારર આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.
તેમનું કહેવું છે કે, ગદર 2001માં આવી હતી જ્યારે ટિકિટની કિંમત માત્ર 25 રૂપિયા હતી. ગદરએ તે સમયે ખૂબ ધૂમ મચાવી હતી. મારી ફિલ્મે તે સમયે 265 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો સમય અને ટિકિટની કિંમતને ધ્યાનમાં રાખવામાં આવે તે બાહુબલી 2ની કમાણી માત્ર થોડા કરોડ રૂપિયા જ ઓછી છે.
અનિલ શર્માએ પોતાના પુત્ર ઉત્કર્ષને ફિલ્મમાં લોન્ચ કર્યો છે અને તેની ફિલ્મના મુહૂર્તમાં તેણે પોતાના આશીર્વાદ આપવા માટે હેમા માલિની અને ધર્મેન્દ્ર સહિત અનેક મોટા ફિલ્મમેકર્સ પહોંચ્યા હતા.
બાહુબલી-2એ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી છે. અત્યાર સુધી તેની કુલ કમાણી 1500 કરોડ રૂપિયાથી વધારે થઈ ગઈ છે. પરંતુ ડાયરેક્ટર અનિલ શર્માને આ વાત બિલકુલ પચી નથી. તેમનું કહેવું છે કે, તેની ફિલ્મ ગદરે બાહુબલીથી અનેક ગણી કમાણી કરી હતી.
નવી દિલ્હીઃ ગદરના ડાયરેક્ટર અનિલ શર્માનું કહેવું છે કે, બાહુબલી-2એ કોઈ રેકોર્ડ તોડ્યો નથી. બાહુબલી-2એ તો માત્ર 1500 કરોડની કમામી કરી છે. ગદરે તો 5000 કરોડની કમાણી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -