'બાહુબલી 2' બની 1500 કરોડ કમાણી કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ, માત્ર 21 દિવસ બનાવ્યો રેકોર્ડ
બાહુબલીની આ જોરદાર સફળતાથી ફિલ્મના ડાયરેક્ટર રાજામૌલી ખૂબજ ખુશ છે. હાલમાં જ ન્યૂઝ એજન્સી આઈએએનએસને આપેલ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, સાચું કહું તો અમને આ પ્રકારની સફળતાની આશા હતી. અમે તેના માટે ઘણો સમય રાહ જોઈ. અને હવે આજે જ્યારે આ સફળતા મળી છે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. હું આજે પણ આ ભાવનાને શબ્દોમાં વ્યક્તિ કરી શકું એમ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ રિલીઝ થઈ ત્યારે જ તેવી શક્યતા દર્શાવવામાં આવી હતી કે આ ફિલ્મ કમાણીના તમામ રેકોર્ડ તોડશે. અને આ જ આશા પર ખરી ઉતરતા બાહુબલી 2એ વિશ્વભરમાં 1502 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે અત્યાર સધી ભારતમાં 1227 કરોડ અને ઓવરસીઝ 275 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બોલીવુડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વિટ કરતાં આ આંકડા જારી કર્યા છે.
નવી દિલ્હીઃ બાહુબલી 2 ભારતીય સિનેમાના ઈતિહાસની પ્રથમ એવી ફિલ્મ બની ગઈ છે જેને વિશ્વભરમાં 1500 કરોડની કમાણી કરવાનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. ડાયરેક્ટર એસ એસ રાજામૌલીની આ બ્લોકબસ્ટર ફિલ્મે માત્ર 21 દિવસમાં જ 1500 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી છે.
બાહુબલી સીરીઝની પ્રથમ ફિલ્મ રિલીઝ થયાના એક વર્ષ બાદ બીજી ફિલ્મ વિતેલા મહિને 28 એપ્રિલના રોજ રિલીઝ થઈ અને 1000 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરનારી ભારતીની પ્રથમ ફિલ્મ બની ગઈ. બાહુબલી 2નાં હિન્દી વર્ઝને પણ રેકોર્ડ તોડ કમાણી કરી છે.
બોક્સ ઓફિસ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ત્રીજા સપ્તાહે ફિલ્મે 67.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રિલીઝથી અત્યાર સુધી કુલ કમાણી 633 કરોડ રૂપિયા રહી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ ફિલ્મને 1500 કરોડમાં સામેલ થવા પર અભિનંદન પાઠવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -