Bappi Lahiri Death At The Age 69: જો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયાથી માત્ર ખરાબ સમાચાર આવી રહ્યા છે. પહેલા લતા મંગેશકર અને હવે બપ્પી લાહિરીએ પણ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે.


બપ્પી લાહિરીનું 69 વર્ષની વયે નિધન થયું.  બોલિવૂડના શ્રેષ્ઠ ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરીના નિધનથી સમગ્ર  સંગીત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.  હંમેશા ચહેરા પર સ્મિત સાથે દુનિયાનું મનોરંજન કરનાર બપ્પી લેહરીની વિદાયે સૌને રડાવી દીધા.  લગભગ 48 વર્ષ સુધી, બપ્પી દાએ તેમના અદ્ભુત ગીતો દ્વારા દર્શકોના હૃદયમાં એક અલગ જ સ્થાન બનાવ્યું. એક રિપોર્ટ અનુસાર તેણે લગભગ 500 ફિલ્મોમાં 5000 થી વધુ ગીતો કમ્પોઝ કર્યા છે. બપ્પી  મ્યુઝિકના કારણે જ નહીં પરંતુ  , આ સિવાય  પણ અનેક મુદે ચર્ચામાં રહ્યાં છે. તેમની ઘણી વસ્તુઓ લોકોને ખૂબ પસંદ આવી હતી. તેને સોનું પહેરવાનો ખૂબ શોખ હતો.


બપ્પી દા સોનુ પહેરવાના શોખને લઇને ખૂબ ચર્ચામાં રહેતા હતા.  બપ્પી લાહિરી જે સ્ટેજ પર જતા હતા ત્યાં છવાઇ જતાં હતા. એક માહોલ બની જતો હતો. તો કંઇક આવું  ઈન્ડિયન આઈડલ સીઝન 10ના સ્ટેજ પર પણ બન્યું, ઈન્ડિયન આઈડલના સ્ટેજ પર પહોંચતાની સાથે જ તેણે યાદ રા હૈ તેરા પ્યાર પર એટલું શાનદાર પરફોર્મન્સ આપ્યું કે જજથી લઈને ત્યાં હાજર દર્શકો પણ  ઝૂમી ઉઠ્યાં.  બપ્પી લહેરીના અવાજમાં એક અલગ જ પ્રકારનો જાદુ હતો જેના કારણે લોકો તેની ગાયિકાના દિવાના હતા.



અલબત્ત, યાદ રહા હૈ તેરા પ્યાર ગીત વર્ષ 1983માં રિલીઝ થયેલી ડિસ્કો ડાન્સર ફિલ્મનું  છે. પરંતુ આજે પણ આ ગીતનો જાદુ એટલો યથાવત છે.  તેમાં પણ જે બપ્પી દાએ મિથુન ચક્રવર્તી માટે ગીત ગાયું હતું તેના લોકો આજે પણ એટલું જ પસંદ કરે છે.  યાદ રહા હૈ ગીતમાં તેની ઝલક સ્પષ્ટપણે જોવા મળે છે. બીજી તરફ જો બપ્પી લહેરીના અભિનયની વાત કરીએ તો આટલા વર્ષો પછી પણ જ્યારે તે યાદ આ રહા હૈ તેરા પ્યાર ગીત પર પર્ફોર્મ કરે છે તો  સૌ કોઇ તેની ગાયિકીના જાદુથી મંત્રમુગ્ધ થઇ જતાં હતા.


 


.