Lassa Virus: ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પરંતુ આ દરમિયાન બ્રિટનમાં એક નવા પ્રકારનો વાયરસ સામે આવ્યો છે. લાસા નામના વાયરસથી ત્રણ લોકો સંક્રમિત થયા છે અને તેમાંથી એકનું મોત થયું છે. આ રોગની સારવાર હજુ સુધી શોધાઈ નથી. આ રોગ ઉંદરો દ્વારા ફેલાય છે.


ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે આ રોગ પહેલીવાર 1969માં પશ્ચિમ આફ્રિકન દેશ નાઈજીરિયાના લાસા નામના સ્થળે જોવા મળ્યો હતો. આ બીમારીને કારણે બે નર્સના મોત નીપજ્યાં હતા.. લાસા વાયરસના ચેપમાં તાવ એ પ્રાથમિક લક્ષણ છે. તે ઉંદરોમાંથી માણસોમાં પસાર થાય છે. તેને સિયરા લિયોન, નાઇજીરીયા, ગિની અને લાઇબેરિયામાં મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે.


ગર્ભવતી સ્ત્રીઓ પર આ વાયરસની સૌથી વધુ અસર જોવા મળી છે. સીડીએસના જણાવ્યા અનુસાર, ગર્ભાવસ્થા છઠ્ઠાથી નવમા મહિના વચ્ચે  હોય ત્યારે લાસા વાયરસનો ચેપ વધુ જોવા મળે છે.


કેવા છે લક્ષણો



  • લાસા વાયરસના ચેપ પછી દર્દીને 1 થી 3 અઠવાડિયા સુધી કોઈ લક્ષણો દેખાતા નથી.

  • આ પછી પણ લક્ષણો ખૂબ જ માઈલ્ડ હોય છે. જેને લોકો સામાન્ય તાવ સમજીને અવગણે છે. હળવા લક્ષણોમાં તાવ, થાક, નબળાઈ, માથાનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે.

  • આ પછી ગંભીર સ્થિતિમાં, દર્દીને ગૂંગળામણ અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે.

  • આ સિવાય ચહેરા પર સોજો અને કમર, છાતી, પેટમાં દુખાવો થવા લાગે છે. ખૂબ જ કપરી સ્થિતિમાં દર્દીને રક્તસ્રાવ પણ શરૂ થાય છે.

  • આ વાયરસની અસર 1 થી 3 અઠવાડિયા પછી આવે છે. તેથી જો લક્ષણો દેખાયાનાં બે અઠવાડિયા પછી જટિલતા લાગે,તો મૃત્યુનું જોખમ પણ વધે છે.

  • આ રોગથી મૃત્યુદર ઓછો હોવા છતાં, આ રોગની સામાન્ય ગૂંચવણ બહેરાશ છે. કેટલાક દર્દીઓમાં કાયમી બહેરાશ પણ આવી જાય છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ