ઈજિપ્તમાં બે ટ્રેન વચ્ચે અકસ્માત, 44 લોકોના મોત અને 180 થી વધુ ઘાયલ
રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસીએ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને સરકારી વિભાગોને ઘટનાની તપાસ કરવા તથા અકસ્માતના કારણોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે, ઈજિપ્ત રેલવેના અધિકારીએ જણાવ્યું કે બનાવ એ સમયે બન્યો જ્યારે અલેક્ઝેંડ્રિયાથી કાહિરી જતી ટ્રેન પોર્ટ સિટી તરફથી આવતી ટ્રેન સાથે ટકરાઈ હતી. તેમણે કહ્યું કે બચાવ દળ અન્ય બચેલા લોકોની શોધ ખોળ કરી રહ્યા છે.
નવી દિલ્લી: ઈજિપ્તમાં તટીય શહેર અલેક્ઝેંડ્રિયા નજીક બે ટ્રેન અથડાતા 44 લોકોના મોત થયા છે. અને 180 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈજિપ્તના મંત્રીમંડળના એક નિવેદનમાં જણાવ્યું કે, મૃતકોની સંખ્યામાં હજુ વધારો થઇ શકે છે. સાથે અંતિમ આંકડા બન્ને ટ્રેનના ડબ્બા સાફ કર્યાબાદ જાહેર કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -