યુવરાજ ડ્રગ્સ લે છે તેવો આક્ષેપ કરનારી આકાંશા શર્મા કોણ છે, ક્યાં કારણોસર થઈ છે બદનામ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ બિગ બોગ-10ની સ્પર્ધક અને ભારતના સ્ટાર બેટ્સમેન યુવરાજસિંહની ભાભી આકાંક્ષા શર્માએ બિગ બોસના ઘરમાંથી બહાર આવતા જ અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. આકાંક્ષા રવિવારના રોજ બિગ બોસના ઘરમાંથી બહાર થઇ હતી. એક ઇન્ટરવ્યૂમાં આકાંક્ષાએ યુવરાજસિંહ પર અનેક ચોંકાવનારા આરોપ લગાવ્યા હતા. આકાંક્ષાએ કહ્યું કે, યુવરાજસિંહ નશો કરે છે. તે મારીજુઆના પીવે છે.
આકાંક્ષાના મતે જોરાવર તેની માતાનું જ સાંભળતો હતો. લગ્ન બાદ તેની લાઇફ એટલી ખરાબ થઇ ગઇ હતી કે ચાર મહિનામાં જ તે લગ્નથી છૂટકારો ઇચ્છતી હતી. બીજી તરફ યુવરાજસિંહની માતાએ આકાંક્ષા વિરુદ્ધ માનહાનિ કેસ કરવાની વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે આકાંક્ષા અને યુવરાજસિંહના ભાઇ જોરાવરના લગ્ન ચાર મહિના જ ટક્યા હતા અને છેલ્લા બે વર્ષથી તેઓ અલગ રહે છે. આકાંક્ષાએ આરોપ લગાવ્યો હતો કે તેમના લગ્ન તૂટવા પાછળ તેની સાસુ શબનમસિંહનું ખરાબ વર્તન જવાબદાર છે.
તેના લગ્ન અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો આકાંક્ષાએ કહ્યુ કે, આ નોર્મલ લગ્ન નહોતા. અમે ફક્ત પેપર પર જ પતિ પત્ની હતા. અમારા સંબંધોમાં કાંઇ નહોતું. મે મારા સંબંધોને લઇને ક્યારેય ખોટુ બોલી નથી.મે જે કાંઇ પણ કહ્યુ છે તેને લઇને કોઇ સ્પષ્ટતા કરવી નથી. હાલમાં કેસ કોર્ટમાં છે.
ઉલ્લેખનીય છે કે આકાંક્ષા અને યુવરાજસિંહના નાના ભાઇ જોરાવર વચ્ચે ડિવોર્સનો કેસ ચાલી રહ્યો છે. આકાંક્ષાએ જણાવ્યુ હતું કે, હું પણ નશો કરુ છું. મેં મારા પતિ અને પરિવાર સાથે અનેકવાર નશો કર્યો છે. આકાંક્ષાએ જણાવ્યું કે યુવરાજસિંહે પણ તેને જણાવ્યુ હતું કે તેણે પણ અનેકવાર નશો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -