Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
રાખી સાવંતની કોઈ આબરૂ જ નથી તો તેને બેઆબરૂ શું કરું, જાણો કઈ અભિનેત્રીએ કર્યું આ નિવેદન
અર્શીની સાથે તેની ટીમમાં બિગ બોસ 11ના મિત્ર વિકાસ ગુપ્તા અને હિતેન તેજવાની પણ છે. આ વાતચીત દરમિયાન અર્શીએ પોતાની ટીમને નબળી ગણાવતા કહ્યું કે, જો અમે સારું નથી રમી શકતા તો તેના માટે સૌથી વધારે જવાબદાર ટીમના કેપ્ટન હિતેન તેજવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, રાખી સાવંત અને અર્શી ખાન વચ્ચે વાક યુદ્ધ શરૂ થયું છે. રાખી સાવંત બોક્સ ક્રિકેટ લીગમાં ગોવા શાર્ક્સ ટીમની ખેલાડી છે અને અર્શી કોલકાતા બાબૂ મોશાય ટીમનો ભાગ છે. હાલમાં જ રાખીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, અર્શી તેના ઘરમાં ઝાડુ પોતા લગાવવાનું કામ કરે છે. બસ રાખીની આ નિવેદન બાદ અર્શીએ પોતાની ભડાશ કાઢી છે.
અર્શી આગળ કહે છે, રાખી નાદાન છે, હું એને જવાબ આપવાનું પસંદ નહીં કરું, જો મે કોઈ જવાબ આપ્યો તો તે મારા કારણે ફરી ચર્ચામાં આવશે અને રાખી તો એ જ ઇચ્છે છે, હું જવાબ આપુ, ફરી તે જવાબ આપે, ફરી મીડિયામાં અમારી વચ્ચે કોલ્ડ વોરના અહેવાલ આવશે. રાખીથી જેટલા દૂર રહો એટલું જ સારું છે...શોના સમેય સમય મળે તો મુલાકાત કરી લો...બાકી મારો રસ્તો અલગ અને એનો રસ્તો અલગ છે.
નવી દિલ્હીઃ બિગ બોસના ઘરથી ચર્ચામાં આવેલ અર્શી ખાને રાખી સાવંતને જડબાતોડ જવાબ આપ્યો છે. અર્શીએ કહ્યું, ‘રાખી સાવંતની કોઈ આબરૂ જ નથી...એવામાં તેને બેઆબરૂ શું કરુ...જો તે કહે છે કે હું તેના ઘરમાં ઝાડુ પોતું કરવાની છું...તો મને તેની વાતથી કોઈ વાંધો નથી, રાખીને લાઈમલાઈટમાં રહેવાની આદત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -