દાઉદ ઈબ્રાહીમનો આ જમાઈ બિગ બોસમાં છે સ્પર્ધક, જાણો કોણ છે ઝુબિર ખાન ?
ઉલ્લેખનીય છે કે ઝુબૈર ખાન બાલાજી ટેલિફિલ્મ્સ સાથે એક્ઝિક્યૂટિવ પ્રોડ્યુસર તરીકે કામ કરી ચૂક્યા છે. ઝુબૈરની કંપનીનું નામ ગોર્બેઝ પ્રોડક્શન છે. એક રિપોર્ટ પ્રમાણે, ઝુબૈરના કહેવા પ્રમાણે, વર્ષ 1997માં તેમણે અંડરવર્લ્ડ સાથે કનેક્શન તોડી નાખ્યું હતું અને તે 15 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝુબૈર ખાને ‘બીંગ દાઉદ’ નામે એક ફિલ્મ બનાવી છે. ઝુબૈરે આ ફિલ્મનું પોસ્ટર પોતાના ફેસબુક પર શેર કર્યું હતું. આવું પ્રથમ વખત નથી જ્યારે એવા કોઇ સ્પર્ધકને બિગ બોસમાં સ્થાન મળ્યું છે જેના સંબંધ અંડરવર્લ્ડ સાથે હોય. આ અગાઉ પણ ડોન અબુ સાલેમની ગર્લફ્રેન્ડ મોનિકા બેદી પણ બિગ બોસમાં જોવા મળી ચૂકી છે.
ઝુબૈર ખાન ભલે કહી રહ્યો હોય કે તેનું અંડરવર્લ્ડ સાથે કોઇ કનેક્શન નથી પરંતુ તેણે માફિયા ડોન પર એક ફિલ્મ પણ બનાવી છે. તેની ઓફિસમાં ફિલ્મના પોસ્ટર જોઇ શકાય છે.
મુંબઇઃ વિવાદાસ્પદ રિયાલીટી ટીવી શો બિગ બોસ-11ની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. તાજેતરમાં જ શોનો પ્રોમો રીલિઝ કરવામાં આવ્યો હતો. બિગ બોસ-11માં સપના ચૌધરી, શિવાની દુર્ગા, જ્યોતિ કુમાર અંગુરીભાભી સહિત અનેક સેલિબ્રિટીઝ ભાગ લઇ રહ્યા છે. બિગ બોસના આ વખતના સ્પર્ધકમાં સૌથી વધુ ચર્ચા અંડરવર્લ્ડ ડોન દાઉદની બહેન હસીના પારકરના જમાઇ ઝુબૈર ખાનની થઇ રહી છે.
ઝુબૈર ખાન કહે છે કે તેનો અંડરવર્લ્ડ ડોન સાથે કોઇ સંબંધ નથી અને હવે તે એક ફિલ્મ પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો છે. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે, ઝુબૈર ખાન પોતાના કામને સોશિયલ મીડિયા પર પ્રમોટ કરતા રહે છે.
પ્રોમોમાં ઝુબૈર ખાન પોતાનો પરિચય આપતા કહે છે કે, અંડરવર્લ્ડ ડોનના પરિવારમાં તેના લગ્ન જરૂર થયા છે પરંતુ ગેંગસ્ટર સાથે તેનો કોઇ સંબંધ નથી. તેણે પોતાની અલગ ઓળખ બનાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -