વડોદરા: મોડી રાત્રે તાજીયા વિસર્જનમાં કોમી ભડકો, પોલીસે કર્યું ફાયરિંગ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાણીગેટ દરવાજા પાસે તાજીયાના દર્શન કરવા જતાં બે જણાને ગોળીબારમાં ઈજા પહોંચી હતી. જેમાં નરેશ કહાર અને આકાશ કહારનો સમાવેશ થાય છે. આ બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી દવાખાને લઈ જવાયા હતા. આ ઉપરાંત પથ્થરમારામાં પણ 8થી વધુ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જ્યારે સુધાબેન કહાર નામની એક મહિલાને માથામાં લોખંડની પ્લેટવાગતાં દવાખાને લઇ જવાયા હતા.
પી.આઈ. પર હુમલો થતાં તેમણે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હોવાનું સત્તાવાર સુત્રોએ મોડી રાતે જણાવ્યું હતું. દરમિયાનમાં સરસિયા તળાવ પાસે કેટલાક તોફાનીઓએ પેટ્રોલ બોંબ ફેંકતા મોડી રાત્રે પરિસ્થિતિ વધુ વણસી હતી જેને કાબૂમાં લેવા માટે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. એકાએક ફાટી નીકળેલા કોમી તોફાન ઉપર કાબુ મેળવવા માટે પોલીસે રાતોરાત આરએએફની મદદ લીધી હતી. આરએએફની એક ટૂકડીએ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું અને ત્યાર પછી પાણીગેટ દરવાજા પાસે બંદોબસ્ત ગોઠવ્યો હતો.
વડોદરામાં તાજીયા વિસર્જનના જૂલુસ નીકળી રહ્યા હતા તે સમયે જ અફવાઓનો દોર શરૂ થયો હતો. મોડી સાંજથી અફવાઓના કારણે લોકોમાં તોફાનોની ચર્ચા થતી હતી. આ સમયે રાત્રીના 10 વાગ્યાના સુમારે પાણીગેટ દરવાજા પાસે સયાજીપાર્કના એક તાજીયા પર કાંકરીચાળો થયો હોવાની ચર્ચાથી એકા એક પરિસ્થિતિ વણસી હતી અને બે કોમના ટોળાં આમને સામને આવી જતાં ભારે પથ્થરમારો થયો હતો.
વડોદરામાં તાજીયા વિસર્જનના જૂલુસ નીકળી રહ્યા હતા તે સમયે જ અફવાઓનો દોર શરૂ થયો હતો. મોડી સાંજથી અફવાઓના કારણે લોકોમાં તોફાનોની ચર્ચા થતી હતી. આ સમયે રાત્રીના 10 વાગ્યાના સુમારે પાણીગેટ દરવાજા પાસે સયાજીપાર્કના એક તાજીયા પર કાંકરીચાળો થયો હોવાની ચર્ચાથી એકા એક પરિસ્થિતિ વણસી હતી અને બે કોમના ટોળાં આમને સામને આવી જતાં ભારે પથ્થરમારો થયો હતો.
આ સમય દરમિયાન પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે કાંકરીચાળો થયો હતો અને પોલીસ કઇ સમજે તે પહેલા એક સાથે ત્રણ વિસ્તારોમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતાં. પથ્થરમારો, આગચંપી થતાં પરિસ્થિતિ હિંસક બની હતી. તેવામાં ખાનગી ગોળીબાર થતાં અને પેટ્રોલ બોંબ ફેકાતાં પોલીસ સ્તબ્ધ બની ગઇ હતી.
વડોદરાના પાણીગેટ વિસ્તારમાંથી બપોર પછી જ તાજીયાના જૂલુસ શરૂ થયા હતા. જોકે એકા એક રાત્રે 9.30ના અરસામાં હરણખાના રોડ પર તાજીયાને ટાર્ગેટ કરી પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેવી અફવા ફેલાતાં માહોલ તંગ બન્યો હતો. જોકે પોલીસે સમયસર પહોંચી જતાં ભેગા થયેલા ટોળાંઓને વેર વિખેર કર્યા હતા. ત્યાર બાદ રાત્રે લગભગ 11.00 વાગ્યાના અરસામા પાણીગેટ પોલીસ સ્ટેશન પાસે એક સાથે 9 તાજીયાના જૂલુસ આવ્યા હતા. જેના પરિણામે લોકોનો ભારે ધસારો થયો હતો.
વડોદરા: વડોદરામાં તાજીયા વિસર્જન દરમિયાન પુર્વ આયોજીત કાવતરુ હોય તે ઢબે એક સાથે જ પાણીગેટ સહિતના ત્રણ સંવેદનશીલ વિસ્તારોમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યાં હતા. પાણીગેટ પોલીસ મથકના પોલીસ અધિકારી પર હુમલો થતાં તેમણે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાઇરિંગ કરતા બે યુવાનોને ઇજા પહોંચી હતી. જ્યારે પથ્થરમારો, પેટ્રોલ બોંબ ખાનગી ગોળીબાર કરતાં ટોળાને વિખેરવા પોલીસે સંખ્યાબંધ ટીયરગેસના સેલ છોડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -