મુંબઈઃ બિગ બૉસ 13માં અત્યાર સુધીમાં ચાર લોકો ઘરથી બેઘર થઈ ચુક્યા છે અને ત્રણ લોકોની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ ચુકી છે. જે લોકો ઘરમથી બેઘર થયા છે તેમના નામ છે, દલજીત કૌર, કોએના મિત્રા, અબૂ મલિક અને સિદ્ધાર્થ ડે. સિદ્ધાર્થ ડે મંગળવારે એલિમિનેટ થયા છે. ત્યાં જે ત્રણ લોકોએ શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી છે તે છે હિન્દુસ્તાની ભાઊ, તહસીન પૂનાવાલા અને ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ.

હવે શોમાં એક એવી મહિલાની એન્ટ્રી થવાની છે જેને જોઈને સૌ કોઈ દંગ રહી જશે. ઉલ્લેખનીય છે કે, ‘કાંટા લગા’ના રિમિક્સ વર્ઝનથી શેફાલી જરીવાલા ફેમસ થઈ હતી. હવે શેફાલી બિગ બોસના ઘરમાં આવીને શું કરે છે તે જોવાનું રહેશે.


શેફાલીનું એક ટીઝર વાયરલ થઈ રહ્યું છે. જેમાં તે પોતાના આગવા અંદાજમાં બિગ બોસને હેલો કહેતી જોવા મળે છે. શેફાલી કહે છે કે, ઘરમાં બે ગ્રુપ બની ગયા છે. તે ચેતવણી આપતા કહે છે કે હવે હું આવી ગઈ છું. એક અઠવાડિયામાં ઘરમાં બધું જ બદલાઈ જશે. વીકેન્ડ કા વારમાં સલમાને જાહેરાત કરી હતી કે, ઘરના અડધા કન્ટેસ્ટન્ટ્સ ઘરમાંથી બહાર થઈ જશે અને તેમની જગ્યાએ નવા કન્ટેસ્ટન્ટ આવશે. 29 ઓક્ટોબરનો એપિસોડ ચોંકાવનારો હતો કારણકે બિગ બોસે અઠવાડિયાની અધવચ્ચે જ એક સભ્યને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. ઘરમાંથી બહાર જનાર શખ્સ લેખક સિદ્ધાર્થ ડે છે.

તમને જણાવી દઈએ કે શેફાલીની સિવાય પંજાબી સિંગર હિમાંશી ખુરાનાનું પણ બિગ બૉસના વાઈલ્ડ કાર્ડ પ્રતિસ્પર્ધી તરીકે સામે આવી રહ્યું છે. પહેલા પણ હિમાંશીને લઈને એક ખબર વાયરલ થઈ હતી કે તે બિગ બૉસ 13માં આવવાની છે. જો કે હિમાંશીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટના માધ્યમથી આ વાતનો ઈનકાર કર્યો હતો. પરંતુ હવે ફરી એકવાર એ ખબર છે કે હિમાંથી બિગ બૉસના ઘરમાં વાઈલ્ડ કાર્ડ પ્રતિસ્પર્ધી બનશે અને આ વાતની હિંટ ખુદ હિમાંશીએ આપી છે.