મુંબઈઃ ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ સીઝન 5ની વિનર જૂહી પરમારે હાલમાંજ સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી કે તે મોતનાં મુખમાંથી પરત ફરી છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી આ વાતની જાણકારી આપી છે. તેણે જણાવ્યું કે, હોળીની રાત્રે તેની તબીયત ખરાબ થઈ ગઈ હતી. ત્યાર બાદ તેને લાગ્યું કે તે જીવીત નહીં રહે.



જુહીએ લખ્યુ કે, 21 માર્ચ એટલે કે હોળી વાળી રાત્રે મારી તબિયત અચાનક જ ખરાબ થઇ ગઇ. તે સમયે હું મારી મિત્ર આશ્કા ગોરાડિયાનાં ઘરેથી પરત આવી રહી હતી. તે ત્યાંથી મને હોસ્પિલ લઇ ગઇ. મને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. પણ મારા બધા જ રિપોર્ટ્સ નોર્મલ હતા. મને લાગી રહ્યું હતું કે, મારો શ્વાસ રુંધાઇ રહ્યો છે.અને હું આગામી પાંચ મિનિટ પણ જીવીત નહીં રહી શખું. મે મારા મિત્રોને કહ્યું કે મારી દીકરી સમાયરાનું ધ્યાન રાખજો.



જુહી વધુમાં લખ્યુ કે, ત્યારે મે અુભવ્યું કે, મને મારી આખી જીંદગી મારી આંખો સામે દેખાવવા લાગી. મને લાગ્યું કે બધુ જ મારાથી દૂર જઇ રહ્યું છે. અને ત્યારે મે ભગવાન સાથે વાત કરી. મને લાગ્યુ જાણે મારી આત્મા જઇ રહી છે પણ હું તે નહોતી જોઇ શકતી કારણ કે હું મારી દીકરીની સાથે આમ નહોતી કરી શકતી.

જૂહીએ લખ્યુ કે, તે પળ મે તે દરેક વ્યક્તિને માફ કરી દીધા જેમણે મારી સાથે ખરાબ કર્યુ છે મે તે પળમાં કોઇનાંથી રાગ દ્વેશ નથી રાખ્યો. આપણી સૌથી મોટી ખુશી છે કે આપણએ શ્વાસ લઇ રહ્યાં છીએ. જે પળ આપણે શ્વાસ લેવાનાં બંધ કરીએ છીએ તે પળ બધુજ ખત્મ થઇ જાય છે.