મુંબઈ: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને બર્થ-ડે પર અનમોલ ગિફ્ટ મળી છે. સલમાન બીજીવાર મામા બન્યો છે. તેની બહેન અર્પિતાએ પુત્રીને જન્મ આપ્યો છે. અર્પિતાએ ડિલિવરી માટે ખાસ 27 ડિસેમ્બર જ પસંદ કરી હતી કારણકે અર્પિતા સલમાન ખાનને 54માં જન્મદિવસ પર ખાસ ગિફ્ટ આપવા ઈચ્છતી હતી. મોડી રાત્રે સલમાનની બર્થડે કેક કટ કર્યાં બાદ અર્પિતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં એડમિટ થઈ ગઈ હતી અને તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. તેનું નામ ‘આયાત’ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
અર્પિતાના પતિ આયુષ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પુત્રીના જન્મની માહિતી શેર કરતાં લખ્યું હતું કે, અમારી પુત્રી આયાત શર્મા આવી ગઈ છે. તમારાં બધાંનો પ્રેમ અને આશીર્વાદ માટે આભાર.
અર્પિતા અને આયુષે કહ્યું હતું કે, અમને એ જણાવીને અનહદ ખુશી થઈ રહી છે કે અમારા ઘરે દીકરીનો જન્મ થયો છે. આ ખાસ અવસર પર અમે પરિવાર, મિત્રો અને દરેક શુભચિંતકોનો તેમના પ્રેમ અને સહયોગ બદલ આભાર માનીએ છીએ. આ સફર તમારાં બધાંના પ્રેમ અને આશીર્વાદ વગર પૂરો થઇ શક્યો ન હોત.
ઉલ્લેખનીય છે કે, અર્પિતા-આયુષનાં લગ્ન 8 નવેમ્બર, 2014નાં રોજ હૈદરાબાદમાં થયાં હતાં. માર્ચ 2016માં તેમના પહેલા બાળક આહિલનો જન્મ થયો હતો. આયુષ શર્માએ 2018માં આવેલ ફિલ્મ ‘લવયાત્રી’થી ડેબ્યુ કર્યુ હતુ.
બહેન અર્પિતાએ સલમાન ખાનને આપી બર્થ-ડે ગિફ્ટ, અર્પિતાએ દીકરીનું શું રાખ્યું નામ? જાણો વિગત
abpasmita.in
Updated at:
28 Dec 2019 09:00 AM (IST)
અર્પિતાએ ડિલિવરી માટે ખાસ 27 ડિસેમ્બર જ પસંદ કરી હતી કારણકે અર્પિતા સલમાન ખાનને 54માં જન્મદિવસ પર ખાસ ગિફ્ટ આપવા ઈચ્છતી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -