Bday SPL: 44ની થઇ આ હૉટ એક્ટ્રેસ, પહેલી જ ફિલ્મથી બૉલીવુડમાં મચાવી હતી ધમાલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2016માં ઉર્મિલાએ પોતાનાથી 9 વર્ષ નાના કાશ્મીરી બિઝનેસમેન અને મૉડલ મોહસિન અખ્તર મીર સાથે લગ્ન કરી લીધા.
ઉર્મિલાએ ચાઇલ્ડ એક્ટર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી, તેને 1980માં આવેલી ફિલ્મ 'કલયુગ'થી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી જ્યારે 1983માં રિલીઝ થયેલી ‘માસૂમ’થી તેને ઓળખ મળી.
1991માં ફિલ્મ 'નરસિમ્હા'માં પહેલીવાર લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું, જ્યારે 1995માં આવેલી રામગોપાલ વર્માની 'રંગીલા' ઉર્મિલાને કેરિયરની ઉંચાઇઓ પર પહોંચાડી. તેની કેરિયરની બેસ્ટ ફિલ્મોમાં 'ચમત્કાર', 'સત્યા', 'પિંજર', 'ખુબસુરત', 'પ્યાર તુને ક્યા કિયા', 'એક હસીના થી' વગેરે સામેલ છે.
ઉર્મિલાએ બૉલીવુડમાં સીધી સાદી છોકરીથી લઇને બૉલ્ડ ગર્લ તરીકે અનેક રૉલ કર્યા. છેલ્લા કેટલાક સમયથી રિપોર્ટ્સ આવી રહ્યાં છે કે ઉર્મિલા ફરીથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરી રહી છે, ઇરફાન ખાનની આગામી ફિલ્મમાં આઇટમ નંબર કરતી દેખાશે.
મુંબઇઃ આજે બૉલીવુડની રંગીલા ગર્લ ઉર્મિલા માંતોડકર 44 વર્ષની થઇ ગઇ છે, તે આજે પોતાનો 44મો જન્મ દિવસ સેલિબ્રેટ કરે છે. 4 ફેબ્રુઆરી 1974એ મુંબઇમાં પેદા થયેલી ઉર્મિલાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત એક ચાઇલ્ડ એક્ટરથી કરી હતી. ઉર્મિલાએ સૌથી પહેલા એક્ટ્રેસ તરીકે રંગીલા ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. જે બૉક્સ ઓફિસ પર સુપરહીટ રહી અને ઉર્મિલા 90 ના દાયકાની સૌથી હિટ હિરોઇન બની ગઇ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -