આજે સલમાન દોષિત જાહેર થશે તો થઈ શકે કેટલી સજા ? જાણો વિગત
3) આર્મ્સ કેસઃ 18 જાન્યુઆરી, 2017નાં રોજ કોર્ટે સલમાનને નિર્દોષ જાહેર કર્યો હતો. રાજ્ય સરકારે આ ચુકાદાના વિરૂદ્ધમાં પણ હાઈકોર્ટમાં અપીલ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2) ભવાદ ગામ કેસઃ સીજેએમ કોર્ટે 17 ફેબ્રુઆરી, 2016ના રોજ સલમાનને દોષિત જાહેર કર્યો અને એક વર્ષની સજા સંભળાવી. હાઈકોર્ટે આ મામલે પણ સલમાનને નિર્દોષ જાહેર કરી દીધો. રાજ્ય સરકારે ચુકાદાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
ત્રણ કેસની આવી છે સ્થિતિઃ ઘોડ ફાર્મ હાઉસ કેસઃ 10 એપ્રિલ, 2006નાં રોજ સીજેએમ કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી હતી. સલમાન ખાને હાઈકોર્ટમાં અપીલ કરી હતી. 25 જુલાઈ, 2016નાં રોજ તેઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં. રાજ્ય સરકારે આ ફેંસલાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
કાળિયાર શિકાર કેસમાં સલમાન સહિત તમામ આરોપીઓને 3 વર્ષ સુધીની સજા સંભળાવવામાં આવશે તો જેલ નહીં જવું પડે. કોર્ટમાં બેલ બોન્ડ ભરીને સજા સસ્પેન્ડ કરાવી શકશે. જે માટે તેમણે 30 દિવસમાં અપીલેટ કોર્ટ એટલે કે સેશન કોર્ટમાંથી સજા સસ્પેન્ડ કરાવવી પડશે. આ પહેલાના ત્રણેય મામલમાં સલમાન ખાનને આ રીતે નિર્દોષ જાહેર કરવામાં આવી ચૂક્યો છે, જોકે હાલ તે હાઇકોર્ટમાં છે.
જો સલમાન ખાન સહિત અન્ય આરોપીઓને 3 વર્ષથી વધારે સજા થશે તો કોઈપણ સંજોગોમાં જેલમાં જવું પડશે. સેશન કોર્ટમાં અપીલ કરીને સજા સસ્પેન્ડ કરાવવી પડશે. પરંતુ જ્યાં સુધી સેશન કોર્ટ સજા સસ્પેન્ડ ન કરે ત્યાં સુધી જેલમાં રહેવું પડશે. જો તમામ આરોપીઓ નિર્દોષ છૂટી જશે તો રાજસ્થાન સરકાર આ ફેંસલા સામે હાઇકોર્ટમાં જઈ શકે છે.
વાઈલ્ડ લાઈફ એક્ટની ધારા 149 અંતર્ગત કાળિયારના શિકાર કરવા પર 7 વર્ષની વધુમાં વધુ જેલની સજાની જોગવાઈ છે. કેટલાંક વર્ષ પહેલાં આ સજા 6 વર્ષની હતી. સલમાનનું પ્રકરણ 20 વર્ષ જૂનું છે, એવામાં વધુમાં વધુ છ વર્ષની જેલની સજા જ મળી શકે છે. અન્ય આરોપીઓ વિરૂદ્ધ પણ આ કાયદો જ લાગુ થશે.
મુંબઈઃ કાળિયાર શિકાર મામલે જોધપુરની કોર્ટ આજે સલમાન ખાનની કિસ્મતનો ફોંસલો કરવાની છે. 20 વર્ષ બાદ નીચલી કોર્ટનો ફેંસલો આવવા જઈ રહ્યો છે ત્યારે તેને કેટલી સજા થઈ શકે તેની ચર્ચા થઈ રહી છે. આ કેસમાં સલમાનની સાથે સૈફ અલી ખાન, નીલમ, તબ્બુ તથા સોનાલી બેન્દ્રે પણ આરોપી હોવાથી બોલીવુડથી લઈ દેશભરમાં માહોલ ગરમ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -