નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીએ જેએનયુમાં બુકાનીધારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈ ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું, હું કોઈપણ ધર્મનો હોઉં કે કોઇપણ રાજકીય પાર્ટીનો હોંઉ પરંતુ મને શિક્ષાના મંદિરમાં જઈને વિદ્યાર્થીઓ પર હુમલો કરવાનો કોઈ હક નછી.

સુનીલ શેટ્ટીએ સ્પૉટબૉય વેબસાઇટ સાથે જેએનયુમાં જે કંઈ થયું તેના પર ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું, જેએનયુમાં જે થયું તે પૂરી રીતે ભયાનક છે. હું હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈપણ હોઈ શકું છું. હું ભાજપ, કોંગ્રેસ, એનસીપી, શિવસેના કોઇપણ પાર્ટીનો હોઈ શકું છું પરંતુ મને શિક્ષાના મંદિરમાં જઈ વિદ્યાર્થીઓને મારવાનો કોઈ હક નથી.

તેણે જણાવ્યું, ફટકાર્યા અને તે પણ માસ્ક પહેરીને. જો તમે તમારી જાતને મર્દ કહો છો ખુલ્લેઆમ ફરવું જોઈએ. કોઈ પાર્ટીએ શું કર્યું હું તે અંગેની રાજનીતિ કરવા નથી માંગતો.પરંતુ આ યોગ્ય નથી. આપણે વિદ્યાર્થીઓને મારી ન શકીએ. જેએનયુ હુમલાના સમર્થનમાં ફ્રી કાશ્મીરના બેનર દર્શાવવા અંગે કહ્યું, કાશ્મીર આપણું હતું, આપણું છે. કાશ્મીરી આપણા છે અને આપણે કાશ્મીરી છીએ. આ ચીજો બિલકુલ સ્પષ્ટ હોવી જોઈએ તેમ મને લાગે છે.

રવિવારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં બુકાનીધારી બદમાશોએ ઘૂસીને વિદ્યાર્થીઓને ફટકાર્યા હતા. જેમાં આશરે 34 વિદ્યાર્થી ઘાયલ થયા હતા. આ હુમલમાં જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષને ગંભીર ઈજા થઈ હતી.


ઈરાકઃ બગદાદના ગ્રીન ઝોનમાં ફરી રૉકેટ હુમલો, અમેરિકાના દૂતાવાસથી 100 મીટર દૂર પડ્યું રોકેટ

સુરતઃ LPG સિલિન્ડર ભરેલી ટ્રક પલટી જતાં લાગી આગ, સ્કૂલ બસ બળીને થઈ ખાખ

દિલ્હીઃ પટપડગંજ વિસ્તારમાં ફૅક્ટરીમાં લાગી આગ, એકનું મોત, ફાયરબ્રિગેડની 35 ગાડી ઘટના સ્થળ પર