સુરતઃ ઓલપાડના માસમા રોડ ખાતે આજે વહેલી સવારે 6.30 વાગ્યે ગેસના બોટલ ભરીને જતી ટ્રકમાં અચનાક આગ લાગી હતી. આગ લાગતા ટ્રકમાં ભરેલા ગેસના બોટલ ધડાકાભેર ફૂટ્યા હતા. સળગતા સિલિન્ડર બ્લાસ્ટ થઇ હવામાં ઉડતાં આસપાસના ગામોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સિલિન્ડર વિસ્ફોટનો અવાજ એટલો તિવ્ર હતો કે ઘટનાસ્થળની આસપાસના અનેક વિસ્તારોમાં તેનો અવાજ સંભળાતો હતો. બોમ્બ ફૂટતા હોય તેવો અવાજ સંભળાતા રહીશો ઘરની બહાર આવી ગયા હતા. ટ્રકમાં આગ બાદ વિસ્ફોટની ઘટના અંગે જાણ થતાં સુરતથી ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, કે બસ સાથે ગેસના સિલેન્ડરો ભરેલી આઇસર ટ્રકનું ટાયર અથડાયા બાદ એન્જીનમાં આગ લાગી ગઈ હતી. ત્યારબાદ જોત જોતામાં આગ સિલેન્ડરમાં લાગતા બ્લાસ્ટ શરૂ થઈ ગયા હતા અને આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી. ગેસ બોટલ બ્લાસ્ટ સાથે હવામાં ઉછળી રહ્યા હતા અને અવાજ એટલો જોરદાર હતો કે આજુબાજુના ગામના લોકો પણ ભયના મારે રોડ પર દોડી આવ્યા હતા.
આગની ઝપેટમાં સ્કૂલ બસ પણ આવી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. સ્કૂલ બસમાં સવાર તમામ બાળકોને આબાદ બચાવ થયો હતો.
દિલ્હીઃ પટપડગંજ વિસ્તારમાં ફૅક્ટરીમાં લાગી આગ, એકનું મોત, ફાયરબ્રિગેડની 35 ગાડી ઘટના સ્થળ પર
રાજ્યમાં પવનની દિશા બદલાશે, બે દિવસ કાતિલ ઠંડીનો થશે અનુભવ
ICC અંડર 19 વર્લ્ડકપ માટે એમ્પાયર અને મેચ રેફરીના નામ થયા જાહેર, જાણો ભારતમાંથી કોની થઈ પસંદગી, જુઓ લિસ્ટ