PM મોદીએ લખનઉમાં વાજપેયીની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યુ અનાવરણ, જાણો વિગત
અજય દેવગને CAA-NRC મુદ્દે તોડ્યું મૌન, જાણો શું કહ્યું
abpasmita.in | 25 Dec 2019 05:28 PM (IST)
બોલિવૂડ એક્ટર અજય દેવગન હાલમાં તેની ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરનો પ્રચાર કરી રહ્યો છે. આ ફિલ્મ આગામી 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.
નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC)નો વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે આમ લોકોની સાથે બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ તેમનો મત વ્યક્ત કરી રહ્યા છે. જે પૈકી કેટલાક સરકારના પક્ષમાં છે તો કેટલાક પ્રદર્શનકારીઓના પક્ષમાં છે. બોલિવૂડ એક્ટર અજય દેવગન હાલમાં તેની ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરનો પ્રચાર કરી રહ્યો છે. આ ફિલ્મ આગામી 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મના પ્રમોચન વચ્ચે એક ઈન્ટરવ્યૂ દરમિયાન અજય દેવગને સીએએ અને એનઆરસીને થઈ રહેલા પ્રદર્શન પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો. અજયે કહ્યું, એવી ઘણી ચીજો છે જેના અંગે આપણે વાત નથી કરી શકતા. જો અમે કંઈ કહીશું તો કેટલાક લોકો નારાજ થઈ જશે. જ્યાં સુધી સાચું શું છે તે સમજમાં ન આવે ત્યાં સુધી મૌન રહેવું જ સારું છે. બોલિવૂડની અનેક હસ્તીઓ ખુલીને CAA અને NRCનો વિરોધ કરી રહી છે, જ્યારે કેટલાક તેને સમર્થન કરી રહ્યા છે. ઓછા ધારાસભ્યોથી કેવી રીતે સરકાર બનાવી શકાય તે શરદ પવારે બતાવ્યુઃ ઉદ્ધવ ઠાકરે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે સૌરવ ગાંગુલીના કયા આઈડિયાને ગણાવ્યો બકવાસ ? જાણો શું કહ્યું