અનુપમ ખેરનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, હેકર્સે લખ્યું- ‘આઇ લવ પાકિસ્તાન’
હેકર્સ દ્વારા આ પહેલા ભાજપના નેતા રામ માધવનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક કરી લેવામાં આવ્યું છે. ટર્કિશ સાઇબર આર્મીએ રામ માધવનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવાનો દાવો કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહેકર્સ દ્વારા અનુપમ ખેરના એકાઉન્ટ પરથી ટ્વિટ પણ કરવામાં આવ્યા છે. તમામ ટ્વિટ્સમાં આઇ સપોર્ટ તુર્કી અને આઇ લવ પાકિસ્તાન લખ્યું છે. ઉપરાંત ટ્વિટ્સમાં તુર્કીનો ઝંડો અને બંદૂક પકડેલા આતંકી અને મિસાઇલ જોવા મળી રહી છે.
મુંબઈઃ અભિનેતા અનુપમ ખેરનું ટ્વિટર એકાઉન્ટ મંગળવારે હેક કરી લેવામાં આવ્યું છે. હેકર્સે ખુદને તુર્કી સ્થિત હોવાનું જણાવ્યું છે. તેણે પહેલા જ ટ્વિટમાં લખ્યું કે, તમારું એકાઉન્ટ તુર્કી સ્થિત સાઇબર આર્મી આઇદિજ તિમ દ્વારા હેક કરી લેવામાં આવ્યું છે. તમારો બધો ડેટા કેપ્ચર કરી લેવામાં આવ્યો છે.
અનુપમ ખેરે ખુદ જાણકારી આપતાં કહ્યું કે,મારું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. આ અંગે ભારત સ્થિત કેટલાક મિત્રો દ્વારા જાણ થઇ. હાલ હું લોસ એન્જિલિસમાં છું. આ અંગે ટ્વિટર સાથે મારી વાત થઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -