મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ઘણી સફળ ફિલ્મો આપ્યા બાદ સ્ટારડમ એન્જોય કરી રહી છે. પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફમાં પણ આલિયાએ એવું કામ કર્યુ છે કે જેને સાંભળી દરેકને તેના માટે પ્રેમ અને સમ્માન વધી જશે. આલિયા ભટ્ટે પોતાના ડ્રાઈવર અને હેલ્પરને મુંબઈમાં ઘર લેવા માટે 50-50 લાખ રૂપિયા આપ્યા છે.

આલિયા ભટ્ટે કરેલી આ મદદની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.આલિયા ભટ્ટે 15 માર્ચે પોતાના 26માં જન્મદિવસ પર ડ્રાઈવર અને હેલ્પરને મકાન લેવા માટે આ રકમ આપી હતી.

ઉલ્લેખનીય છે કે ડ્રાઈવર અને હેલ્પર આલિયા ભટ્ટ સાથે 2012માં રિલીઝ થયેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરના સમયથી કામ કરી રહ્યા છે. આલિયા ભટ્ટે કહ્યું આ બંને તેના અત્યાર સુધીની સફરનો ભાગ રહ્યા છે. આ સાથે જ આલિયાએ કહ્યું તે આ બંને વગર જીવી પણ ન શકે. કામની વાત કરવામાં આવે તો આલિયા પોતાની આગામી ફિલ્મ 'કલંક' અને 'બ્રહ્માસ્ત્ર'માં વ્યસ્ત છે.

વાંચો: આ એક્ટ્રેસે શેર કરી હોટ તસવીર, તો ફેન્સે કહ્યું- ‘વાંચવા દો દીદી, કાલે પેપર છે’