હાઈકોર્ટે આદેશ આપતા કહ્યું કે અનામત લાગૂ કરવાથી 50 ટકા કરતા વધારે અનામત ન હોવાના પ્રાવઘાનનું ઉલ્લંઘન થશે. કોર્ટે નિર્ણય સંભળાવ્યો કે OBC અનામત 14 ટકા જ રહેશે. કમલનાથ સરકારે 8 માર્ચે અધ્યાદેશ જાહેર કરી 14 ટકાથી વધારી ઓબીસી અનામત 27 ટકા કરી હતી.
હાઈકોર્ટે 27 ટકા ઓબીસી અનામત પર રોક લગાવવાની સાથે રાજ્ય સરકાર અને DME સામે નોટિસ પણ જાહેર કરી છે. હાઈકોર્ટે નોટિસ પર 2 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. આ મામલે જસ્ટિસ રવિશંકર ઝા અને જસ્ટિસ સંજય દિવેદીની ખંડપીઠ 27 માર્ચે આગામી સુનાવણી કરશે.
વાંચો: લોકસભા ચૂંટણીઃ ત્રિપુરામાં ભાજપને મોટો ફટકો, પાર્ટી ઉપાધ્યક્ષે પક્ષ સાથે ફાડ્યો છેડો, આપ્યું આવું કારણ