વેડિંગ કાર્ડમાં રણબીર અને આલિયાની લગ્નની તારીખ 22 જાન્યુઆરી, 2020 લખવામાં આવી છે. જ્યારે આ લગ્ન જોધપુરના ઉમ્મેદ પેલેસમાં છે. કાર્ડમાં આલિયાના માતા-પિતા તરીકે સોની તથા મુકેશ ભટ્ટ લખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ કાર્ડ ફેક છે. આલિયાનાં નામનો સ્પેલિંગ તથા તેના પિતાનું નામ ખોટું લખવામાં આવ્યું છે. આલિયા ભટ્ટના પિતાનું નામ મહેશ ભટ્ટ છે.
રણબીર અને આલિયા પહેલી જ વાર ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા, મૌની રોય તથા નાગાર્જુન પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ બનારસ, લંડન તથા ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ત્રણ પાર્ટમાં બનશે તેવી ચર્ચા ચાલી રહી છે.