મુંબઈ: દેશના ખુબજ પ્રતિષ્ઠિત કહી શકાય તેવાં એવોર્ડ 64માં ફિલ્મફેરમાં ફિલ્મ રાઝીએ જોરદાર જલવો દેખાડ્યો હતો. આ ફિલ્મે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો સાથે સાથે ફિલ્મ ડાયરેક્ટર મેઘના ગુલઝારે પણ એવોર્ડ મેળવ્યો હતો. ખાસ વાત તો એ છે કે, આ ફિલ્મમાં આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતવામાં સફળ રહી હતી.



આલિયાની સાથે સાથે રણબીર કપૂરે પણ બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો. રણબીરે પોતાની ફિલ્મ સંજૂ માટે આ એવોર્ડ જીત્યો હતો. આલિયા આ એવોર્ડ મેળવીને ખુશખુશાલ જોવા મળી હતી. આલિયાએ આ ખાસ અવસર પર પોતાના દીલની વાત રજૂ કરી હતી. સૌ પ્રથમ વખત તેણે રણબીરને લઈને પોતાની લાગણી વર્ણવી હતી.


આલિયાએ એવોર્ડ મેળવ્યા બાદ કહ્યું હતું કે, મેઘના મારા માટે રાઝી એક એવી ફિલ્મ છે જેમાં તારી લોહી અને પરસેવાની મહેનત રહી છે. તું મારા માટે બહુ જ ખાસ છો. વિક્કી કૌશલ, તમારા વિના આ ફિલ્મ પુરી થઈ શકી ન હતી, મારા મેંટર, પિતા અને મને ફેશન પર જ્ઞાન આપનારા કરણ જૌહર તમારો ખુબ ખુબ આભાર. આજની રાત ફક્ત પ્યારની રાત છે. મારા સ્પેશિયલ વન આઈ લવ યુ રણબીર કપૂર.