ખૂબ લાંબા સમયથી ગાયબ આ એક્ટ્રેસ બોલીવૂડમાં કરશે વાપસી, જાણો
સેલિનાએ કહ્યું, લગ્ન અને મા બન્યા બાદ હું એક આવા જ વિષયની તલાશમાં હતી, જે મને ઉત્સાહિત કરે. જેને ધ્યાનમાં રાખતા હું છેલ્લા 18 વર્ષથી સમલૈંગિક અધિકાર આંદોલન સાથે જોડાયેલી છુ અને રિતુદા અમારા બધાની પ્રેરણા છે. અંતે હું એવી ફિલ્મમાં કામ કરીશ, જે આ મુદ્દા સાથે સંબંધિત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેલિનાએ કહ્યું, હું રામ કમલની ફિલ્મ સીઝંસ ગ્રીટિંગ્સનો ભાગ બની ખૂબ જ ખુશ છું, કારણ કે મેને તેને હંમેશા એક રચનાત્મક વ્યક્તિ માન્યા છે અને જ્યારે તેમણે મને દુબઈમાં આ સ્ટોરી સંભળાવી ત્યારે હું ચોંકી ઉઠી હતી.
આ ફિલ્મ માતા-પુત્રી પર આધારિત હશે જેમાં સલિના પુત્રીના રોલમાં જોવા મળશે. સેલિના સાથે માતાના રોલમાં જાણીતી અભિનેત્રી લિલેટ દુબે જોવા મળશે, ફિલ્મમાં અઝહર ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ તેની પ્રથમ ફિલ્મ છે.
મુંબઈ: ખૂબ જ લાંબા સમયથી બોલીવૂડમાંથી દૂર રહેલી અભિનેત્રી સેલિના જેટલી ફરી વાપસી કરી રહી છે. સાત વર્ષ બાદ સેલિના રામ કમલ મુખર્જીની ફિલ્મ 'અ ટ્રિબ્યૂટ ટૂ રિતુપર્ણો ઘોષ: સીઝન્સ ગ્રીટિંગ્સ'માં જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -