મુંબઈ: ‘મોમ’ શ્રીની પ્રાર્થના સભા માટે ચેન્નાઈ જવા રવાના થઈ પુત્રીઓ, ગમગીની ચહેરા સાથે ક્લિક થઈ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે 24 ફેબ્રુઆરીએ બોની કપૂર પત્નીને સરપ્રાઈઝ આપવા દુબઈ પહોંચ્યા હતાં. જ્યારે બાથટબમાં શ્રીદેવનું નિધન થયું ત્યારે માત્ર પતિ જ લિવિંગ રૂમમાં હતાં. બંને દીકરીઓ મુંબઈમાં જ હતી.
શ્રીદેવી દુબઈમાં ભાણીયા મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા દીકરી ખુશી અને પતિ બોની કપૂર સાથે ગઈ હતી. જાહન્વી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તે આવી શકી નહોતી. લગ્ન બાદ દીકરી તથા પતિ મુંબઈ પરત ફર્યાં હતાં.
માતાના નિધનના 13 દિવસ બાદ જ જાહન્વીએ પોતાની પહેલી ફિલ્મ ‘ધડક’નું શૂટિંગ શરૂ કર્યું હતું. માતાની પ્રાર્થનાસભા ચેન્નાઈમાં હોવાથી જાહન્વીએ શૂટિંગ અધવચ્ચે છોડ્યું અને તે બહેન ખુશી સાથે ચેન્નાઈ જવા રવાના થઈ હતી.
મુંબઈ એરપોર્ટ પર જાહન્વી અને ખુશી ચેન્નાઈ જવા માટે પહોંચ્યા હતાં જોકે તે દરમિયાન બંન્નેના ચહેરા પર ગમગીની જોવા મળી હતી. જ્યારે એરપોર્ટ શ્રીદેવીની પુત્રીઓને જોવા માટે ટોળાં વળ્યા હતાં.
મુંબઈઃ રવિવાર(11 માર્ચ)ના રોજ ચેન્નાઈમાં શ્રીદેવીની પ્રેયર મીટ યોજવામાં આવશે. પ્રેયર મીટમાં ભાગ લેવા માટે શનિવારના રોજ(10 માર્ચ) મુંબઈ એરપોર્ટ પર પહેલી જ વાર બંને દીકરીઓ ખુશી અને જાહન્વી જાહેરમાં આ રીતે જોવા મળ્યાં હતાં. એક સમયે બંનેના ચહેર પર માતાના જવાનું દુઃખ સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -