બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ બની જુડવા બાળકીઓની માતા
લીઝાએ વધુમાં કહ્યું કે, 'હું ઇચ્છુ છુ કે મારી દીકરીઓ ખુલ્લા વિચારો વાળી વ્યક્તિ બને. નવી પેઢીને સારા વ્યક્તિ બનાવવા જ સૌથી શ્રેષ્ઠ ભવિષ્ય છે. હું મારી દીકરીઓને સમજાવીશ કે ભવિષ્ય મહિલાઓનું જ છે.'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમારાં જીવનમાં ઘણી બધી વસ્તુઓ અસ્તવ્યસ્ત છે. જેસન હેડલી સાથે લગ્ન બાદ મે મા બનવાનો નિર્ણય લીધો. મે મારી બંને દીકરીઓનાં નામ સૂફી અને સોલેલા રાખ્યા છે. મારી દીકરીઓનો જન્મ સરોગસીથી થયો છે.
કેન્સર સામે લડીને જંગ જીતનારી એક્ટ્રેસ લીઝા રેએ ટાઇમ્સને આપેલાં ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે, 'હું શબ્દોમાં મારી ખુશી વ્યક્ત કરી શકતી નથી. મારી દીકરીઓનું ધ્યાન રાખવા ઉપરાંત હાલમાં હું અન્ય ઘણી બાબતોનું ધ્યાન રાખી રહી છું. મારા જીવનમાં ઘણાં ઉતાર-ચઢાવ આવી રહ્યાં છે પણ હવે મારું જીવન બદલાઇ ગયુ છે. હાલમાં આ બદલાવનો હું ભરપૂર આનંદ ઉઠાવી રહી છું. હું મારી દીકરીઓને મુંબઇમાં મારા ઘરે લાવવા ઇચ્છુ છું.
નવી દિલ્હીઃ કેન્સરને માત આપ્યા બાદ અભિનેત્રી લીઝા રે માટે ખુશીના સમાચાર આવ્યા છે. લીઝા રેએ સરોગેસીથી જુડવા બાળકોને જન્મ આપ્યો છે. તેને બે દીકરી થઈ છે, જેના કારણે તે ખૂબ જ ખુશ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -