બોલીવૂડના જાણીતા અભિેનેત્રી રીમા લાગૂનું હાર્ટ અટેકથી નિધન
મુંબઈઃ બોલીવૂડના જાણીતા અભિનેત્રી રીમા લાગૂનું આજે વહેલી સવારે હાર્ટ અટેકને કારણે નિધન થયું છે. 59 વર્ષની વયે મુંબઈ ખાતે તેમનું નિધન થયું હતું. તેમને ગઈ કાલે તેમણે છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાત કરતાં રાત્રે સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમનું નિધન થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરીમા લાગૂએ આશિકી, મેને પ્યાર કીયા, વાસ્તવ, કૂછ કૂછ હોતા હૈ, હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ, સાજન જેવી ઘણી ફિલ્મોમાં માતાનો રોલ નિભાવી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે ટેલિવિઝન ક્ષેત્રે પણ શ્રીમાન-શ્રીમતી અને તુ તુ મેં મેં જેવી સિરિયલ્સમાં પણ કામ કર્યું છે. રીમા લાગૂ 'મા જી'ના નામથી ફેમસ હતા. 90ના દાયકાની ફિલ્મ્સ રીમા લાગૂના માના રોલ વિના અધુરી મનાતી હતી.
રીમા લાગૂનો જન્મ 18મે 1958માં થયો હતો. તેમનું સાચુ નામ ગુરિંદર ભદભદે હતું. રીમા લાગૂના માતા મંદાકિની ભદભદે પણ એક્ટ્રેસ હતા. રીમા લાગૂના લગ્ન મરાઠી એક્ટર વિવેક લાગૂ સાથે થયા હતા. લગ્ન પછી તેમણે તેમનું નામ રીમા લાગૂ રાખી દીધું હતું.
આજે સવારે પાંચ વાગે તેમને અટેક આવ્યો હતો અને ત્યારપછી તેમનું નિધન થઈ ગયું હતું. તેમના જમાઈ વિનય વાયકુલના જણાવ્યા પ્રમાણે આજે બપોરે બે વાગે ઓશિવરા સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરાશે. તેમના નિધનથી બોલીવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -