સ્વરા ભાસ્કરે ટિક ટૉક પર મહિલાઓના બતાવવામાં આવતા આપત્તિજનક વીડિયો પર સવાલ ઉઠાવ્યા છે અને સાથે યૂઝરને સભ્યતાથી વાત કરવાની સલાહ આપી હતી. જાણતા ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકીના એસિડ અટેકવાળો વીડિયો ઘણો વિવાદમાં આવ્યો હતો. જેના પર નારાજગી વ્યકત્ કરતાં સ્વરા ભાસ્કરે ટ્વિટ કર્યું હતું, કે ટિક ટોક આ પ્રકારની કંટેટને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે છે, જે મહિલાઓ સામે હિંસાને પ્રોત્સાહન આપે છે. આ કંટેટ રૂઢિવાદી વિચારસરણીને પ્રોત્સાહન આપી રહે છે.
સ્વરા ભાસ્કરના આ ટ્વિટ પર એક યૂઝરે કમેંટ કરીને લખ્યું, તમે લોકો મૂવીઝમાં નથી જોતા ? તો તે પણ ખોટું છે ? મતબલ એક વ્યક્તિની પાછળ કૂદી પડો ? તે પણ એક્ટિંગ જ કરી રહ્યો છે. જોકે, ટ્વિટમાં યૂઝરે કહ્યું કે હું આ વીડિયોનું સમર્થન નથી કરતો. માત્ર તમને સવાલ કરી રહ્યો છું.
જેના પર સ્વરાએ રિએક્ટ કરતા લખ્યું, ગુરપ્રીતજી, આપણે મિત્રો નથી. તમારા સવાલનો જવાબ બીજા ટ્વિટમાં નથી. તેમ કહી તેણે લખ્યું, જ્યારે આપણી ફિલ્મોમાં મહિલા વિરોધી મજાક, સેક્સિસ્ટ સ્ટિરીયોટાઇપ્સ યા લિંગ આધારિત હિંસાને પ્રોત્સાહન આપ્યું છે ત્યારે અનેક લોકોએ તેના સવાલ ઉઠાવ્યા હોવાનુ ઘણીવાર બન્યું છે.