બોલિવૂડની આ હોટ એક્ટ્રેસનો મોટો ફેન છે ‘બાહુબલી’, જાણો શું કહ્યું પ્રભાસે...
ફિલ્મ ‘સાહો’ની ટીમ અત્યારે UAEમાં એક ખતરનાક એક્શન સીનની તૈયારીમાં વ્યસ્ત છે. અગાઉ ટીમે હૈદરાબાદ ખાતે ફિલ્મનું એક શેડ્યૂલ પૂરું કરી લીધું છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રભાસે હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન કહ્યું કે, ‘હું રવિનાનો બહુ મોટો ફેન છું. મેં ‘અંદાજ અપના-અપના’નું ‘એલો જી સનમ’ અનેકવાર સાંભળ્યું છે અને મને તે હંમેશા કમાલ લાગ્યું છે.’ પ્રભાસના એક નજીકના સૂત્રે જણાવ્યું કે, પ્રભાસ અને બાહુબલીના મેકર્સ જ્યારે પણ તેઓ મુંબઈમાં હોય છે તો તેઓ રવિનાને અચૂકપણે મળે છે અને તેના ઘરે ડિનર પણ કરી ચૂક્યા છે.
નવી દિલ્હીઃ ફિલ્મ બાહુબલીથી સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા પ્રભાસ હાલમાં પોતાની ફિલ્મ સાહોને કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં તેની ઓપોઝિટ શ્રદ્ધા કપૂર જોવા મળશે. પ્રભાસ પોતાના ફેવરેટ એક્ટર્સ અને એક્ટ્રેસિસ વિશે ઘણીવાર જણાવી ચૂક્યો છે. તેની ફેન ફોલોવિંગ વધતી જ જઈ રહી છે પરંતુ તે ખુદ રવીના ટંડનના મોટા ફેન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -