આજે શ્રીદેવીનો મૃતદેહ મુંબઈ લવાશે, કઈ-કઈ હસ્તીઓ અનિલ કપૂરના ઘરે પહોંચી, બહાર લોકોની જામી ભીડ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીદેવીનું નિધન થયું છે તે સમાચાર સાંભળતાં આખું બોલિવૂડ સ્તબ્ધ થઈ ગયું છે. શ્રીદેવાના પાર્થિવ દેહના દર્શન માટે આખું બોલિવૂડ રાહ જોઈને બેઠું છે. જ્યારે ઘણી સેલિબ્રિટી અનિલ કપૂરના ઘરે પહોંચી છે. બોલિવૂડના ઘણાં મોટા-મોટા સેલિબ્રિટી શ્રીદેવીના ઘરે આવી પહોંચ્યા હતાં. જ્યારે ઘરની બહાર ચાહકોની પણ ભીડ જામી હતી.
અનિલ અંબાણીના સ્પેશિયલ જેટ મારફતે શ્રીદેવીના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવશે. જેના માટે રવિવાર જ અનિલ અંબાણીનું જેટ દુબઈ પહોંચી ગયું છે. શ્રીદેવીનું નિધન દુબઈથી 120 કિલોમીટર દૂર રાસ અલ ખૈલામાં થયું હતું. શ્રીદેવીનો પોસ્ટ મોર્ટમ થઈ ગયું છે જોકે રિપોર્ટ આવવાનો બાકી હોવાથી મૃતહેદ મુંબઈ લાવવામાં આવ્યો નથી. આજે સાંજ સુધીમાં શ્રીદેવીનો મૃતદેહ મુંબઈ લાવવામાં આવશે.
શ્રીદેવીને બાથટબમાં જોઈને બોની કપૂર પણ સ્તબ્ધ થઈ ગયા હતાં જોકે તાત્કાલિક બોની કપૂરે તેના મિત્રને ફોન કરીને બોલાવ્યા ત્યાર બાદ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતો જોકે ડોક્ટરે શ્રીદેવીને મૃત જાહેર કરી હતી.
જોકે શ્રીદેવીને સરપ્રાઈઝ આપવા માટે બોની કપૂરે શનિવારે દુબઈ પહોંચ્યા હતાં જ્યાં શ્રીદેવી સાથે 15 મીનિટ વાત પણ કરી હતી ત્યાર બાદ ડીનર કરવા જોડે જવાનું હતું જેના માટે શ્રીદેવી બાથરૂમમાં તૈયાર થવા માટે ગઈ જોક 15 મીનિટ સુધી બાથરૂમનો દરવાજો ન ખોલતાં બોની કપૂરે દરવાજો જોરથી ધક્કો મારી ખોલ્યો હતો ત્યારે જોયું તો શ્રીદેવી બાથટબમાં પડી હતી.
મુંબઈ: દુબઈની હોટલમાં બોલીવુડની જાણીતી અભીનેત્રી શ્રીદેવીનું 54 વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન થયું છે. શ્રીદેવી તેમના પતિ બોની કપુર અને દિકરી ખુશી સાથે દુબઈ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ શ્રીદેવી શોપિંગ કરવા માટે દુબઈમાં રોકાઈ હતી જ્યારે પતિ બોની કપૂર મુંબઈ પરત ફર્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -