IN PICS: શ્રીદેવીને અંતિમ વિદાય, સેલેબ્સ સહિત ચાહકોની જામી ભીડ, સલમાન થયો ભાવુક
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંતિમ દર્શન માટે શ્રીદેવીનો પાર્થિવ દેહ અંધેરીના સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબના ગાર્ડન નંબર 5માં રાખવામાં આવશે. બુધવારે સવારે 9.30થી 12.30 સુધી તેના અંતિમ દર્શન કરી શકાશે.જ્યારે વિલે પાર્લેના સ્મશાન ગૃહમાં બપોરે 3.30 કલાકે અંતિમ સંસ્કાર કરાશે.
શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઈ એરપોર્ટ પહોંચતા એરપોર્ટની બહાર ચાહકોની ભીડ જામી હતી જ્યારે ઘરની બહાર પણ ચાહકોની ભારે ભીડ જામ છે. આ ઉપરાંત બોલિવૂડના સ્ટાર્સ પણ પહોંચ્યા હતાં. જેમાં સલમાન ખાન, અક્ષય કુમાર સહિતના કલાકારો શ્રીદેવીના ઘરે પહોંચ્યા હતાં જ્યારે અનિલ અંબાણી પણ પહોંચ્યા હતાં. પોલીસ બોની કપૂરના ઘરની બહાર તૈનાત હતી અને ભીડને કાબૂ કરવા માટે કોશીશ કરી રહી છે.
મુંબઈ: શ્રીદેવીનો પાર્થિવ દેહ રાત્રે 9.45ની આસપાસ મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. પતિ બોની કપૂર અને પુત્ર અર્જૂન કપૂર ખાનગી વિમાનથી તેનો પાર્થિવ દેહને દુબઈથી લઈને મુંબઈ પહોંચ્યા હતા. અનિલ કપૂર અને અનિલ અંબાણી પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા. બુધવારે શ્રીદેવીના અંતિમસંસ્કાર થશે. શ્રીદેવીના પાર્થિવ દેહને લોખંડવાલાના સ્થિત ગ્રીન એકડર્સ લઈ જવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -