ખરેખર તો, મલાઈકા નવા વર્ષની ઉજવણી કરવા માટે છેલ્લા થોડા દિવસોથી ગોવામાં હતી. 31 ડિસેમ્બરની સાંજે અર્જુન કપૂર પણ ગોવા જવા માટે રવાના થયા હતા, ત્યારે આજે મલાઈકાએ અર્જુનને KISS કરતો પોતાનો એક ફોટો સોશીયલ મીડિયા પર શેર કર્યો હતો અને તેમાં કેપ્શન પણ આપ્યું હતું કે, ‘સૂરજ, તારા, રોશની અને ખુશીઓ…2020’આ તસવીરને એક જ કલાકમાં 2.35 લાખથી વધુ લાઈક્સ મળી હતી.
તસવીરમાં અર્જુન કપૂર ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે જ્યારે મલાઈકા તેની પાછળ ઊભી છે અને તેને કિસ કરી રહી છે. આ તસવીર કોઈ રિસોર્ટમાં લેવામાં આવી છે.
જણાવી દઈએ કે, નવા વર્ષની ઉજવણી ગોવામાં મલાઈકા પોતાના પૂરા પરિવાર સાથે ગઈ છે. આ સફરમાં મલાઈની માતા, બહેન અમૃતા અરોરા અને તેમનો સમગ્ર પરિવાર પણ છે. જેમની સાથે મલાઈકા ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી.