નવી દિલ્હીઃ કાર કંપની પોર્શેએ ભારતમાં પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવા વર્ષે નવી શરૂઆત કરી દીધી છે. પોર્શે કંપનીએ ભારતમાં બે નવા મૉડલને માર્કેટમાં મુકી દીધા છે. પોર્શેએ 718 Cayman GTS 4.0 અને 718 Boxster GTS 4.0 બન્ને કારોને લૉન્ચ કરી દીધી છે. ખાસ વાત છે કે બન્ને કારોમાં 3995 ccનુ નેચરલી સિક્સ સિલિન્ડર ફ્લેટ એન્જિન છે, જે 394bhp પાવર જનરેટ કરી શકે છે. 


પોર્શે કારોની કિંમત
પોર્શે 718 કેમેન જીટીએસ 4.0 (718 Cayman GTS 4.0) અને 718 બૉક્સસ્ટર જીટીએસ 4.0 (718 Boxster GTS 4.0) દમદાર છે. 718 Cayman GTS 4.0 ની કિંમત 1.46 કરોડ રૂપિયા જ્યારે 718 Boxster GTS 4.0ની કિંમત 1.50 કરોડ રૂપિયા (એક્સ શૉરૂમ) રાખવામાં આવી છે.  


ફિચર્સની વાત કરીએ તો બન્ને કારોમાં કંપનીએ દમદાર એન્જિન આપ્યુ છે. 718 Cayman GTS 4.0 અને 718 Boxster GTS 4.0, બન્ને કારોમાં કંપનીએ ઉમદા કક્ષાનુ 3,995cc નુ નેચરલી સિક્સ સિલેન્ડર ફ્લેટ એન્જિન આપ્યુ છે. જે 394bhp પાવર જનરેટ કરી શકે છે. આ એન્જિન મેન્યૂઅલ ગિયરબૉક્સની સાથે 420Nmનો ટોર્ક કે સાત સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે 430Nm પીક ટોર્ક આપે છે. 
આ ઉપરાંત કંપનીએ બન્ને રિયર વ્હીલ ડ્રાઇવ મૉડલ આપ્યા છે, અને માત્ર 4.5 સેકન્ડમાં 0થી 100kmph સુધી જઇ શકે છે. જ્યારે ટૉપ સ્પીડ 293kmph છે.


આ પણ વાંચો--


ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના


Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત


નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા


Gujarat New Corona Guidelines: ગુજરાતમાં હવે રાતના 10 વાગ્યાથી જ 10 શહેરોમાં નાઈટ કરફ્યુ, 8 મહાનગર સાથે બીજા બે ક્યાં શહેરોમાં કરફ્યુ ?


અમદાવાદની આ હિન્દી સીરિયલની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસના થયા ડિવોર્સ, સરોગસીથી જન્મેલી બે વર્ષની છે દીકરી


Gangasagar Mela: આજથી શરૂ થયેલા ગંગાસાગર મેળામાં Corona ની એન્ટ્રી, ચાર સાધુ કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ


 


Car loan Information:

Calculate Car Loan EMI