Met Gala 2018: દીપિકા પાદૂકોણ લાગી હોટ, રેડ ગાઉનમાં લાગી ગ્લેમરસ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપિકાની આ તસવીરને લગભગ 11 કલાકમાં 8 લાખ 69 હજારથી પણ વધારે ચાહકોએ પસંદ કરી છે અને ઘણાં લોકોએ કમેન્ટ પણ કરી છે. જ્યારે બોલિવૂડ અભિનેતા રણવીર સિંહે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં લખ્યું હતું કે, ઓહહ...એક જ શબ્દમાં પોતાની ભાવનાઓ જાહેર કરી હતી.
તે ગાલાની થીમમાં પણ ફિટ હતી અને તેણે પોતાના ચાહકોને પણ નિરાશ કર્યા નહીં. પરંતુ ગાલા બાદ જે પાર્ટી યોજાવાની છે તેમાં દીપિકા ભાગ લેવાની છે કે નહીં. આ સિવાય તે જલ્દી જ ગાલાની જર્ની ખતમ કર્યા બાદ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળશે.
ગયા વર્ષે જ્યાં દીપિકાને ગાલામાં પોતાના ડ્રેસને લઈને ટીકાનો શિકાર બની હતી. જ્યારે આ વખતે દીપિકા ગાલાની થઈમમાં બિલકુલ ફિટ જોવા મળી હતી. દીપિકાએ પોતાના આ આઉટફિટને બિલકુલ સરળ અને ખુબસુરતીની સાથે હેન્ડલ કર્યું હતું.
એક સાઈડથી ઓફ શોલ્ડરની સાથે તેના ગાઉનને એક ડ્રામેટિક અંદાજમાં ડિઝાઈન કરવામાં આવ્યો હતો. દીપિકાના આ ગાઉનને પ્રબલ ગુરુંગે ડિઝાઈન કર્યો છે. જ્યારે તેની હેર સ્ટાઈલ હૈરી જોશે દીપિકાને લુક આપ્યો છે.
પરંતુ સોમવારે મેટ ગાલા 2018માં દીપિકાએ પોતાના ડ્રેસ અને સ્ટાઈલને લઈને ગયા વર્ષની જેમ ચાહકોને નિરાશ કર્યા નહી. દીપિકા પાદૂકોણ મેટ ગાલામાં રેડ કલરના હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી હતી.
ગયા વર્ષે દીપિકાએ ફિલ્મ XXX: Return Of Xander Cageથી હોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે મેટ ગાલા 2017માં પણ આવી હતી પરંતુ છેલ્લા વર્ષે તેના લૂકને લઈને બહુ જ નેગેટિવ રિસ્પોન્સ મળ્યો હતો.
ન્યુયોર્ક: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદૂકોણ સોમવારે ન્યુયોર્કના સૌથી મોટા જશ્ન એટલે મેટ ગાલા 2018માં પહોંચી હતી. દીપિકાએ અહીં રેડ કલરના ગાઉનમાં જોવા મળી હતી. મેટ ગાલામાં દીપિકા બીજીવાર સામેલ થઈ છે અને આ વખતે રેડ ગાઉનમાં બહુ જ ખૂબસુરત જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -