Lal Singh Chaddha Worldwide Box Office Collection: વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' બાદ બોલિવૂડ એક્ટર આમિર ખાન ચાર વર્ષ પછી 'લાલ સિંહ ચઢ્ઢા' દ્વારા સ્ક્રીન પર પરત ફર્યો હતો. જો કે, તેની રિલીઝ પહેલા જ તેને બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો અને આ ટ્રેન્ડ ફિલ્મ રિલીઝ થયા પછી પણ અકબંધ રહ્યો. જેના પરિણામે, આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી નથી, પરંતુ વિશ્વભરમાં તેને સારો પ્રતિસાદ મળ્યો છે.
ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન
'લાલ સિંહ ચઢ્ઢા' 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર લગભગ 11.5 કરોડની કમાણી સાથે શરૂઆત કરી હતી, પરંતુ સમય જતાં ફિલ્મની કમાણીનો આ આંકડો ઘટતો ગયો. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર બીજા શુક્રવારે તે માત્ર 1.25 કરોડનું જ કલેક્શન કરી શકી હતી. એકંદરે, 9 દિવસમાં, 'લાલ સિંહ ચઢ્ઢા'એ ભારતીય બૉક્સ પર માત્ર 60.69 કરોડનું કલેક્શન કર્યું છે, જેના કારણે તે ફ્લોપની શ્રેણીમાં આવી ગઈ છે.
વિદેશમાં સારું કલેક્શન
જ્યાં 'લાલ સિંહ ચઢ્ઢા' ભારતમાં ખરાબ રીતે ફ્લોપ થઈ છે, તો બીજી તરફ, બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, તે વિદેશમાં સારું પ્રદર્શન કરી રહી છે અને અત્યાર સુધીમાં 47.78 કરોડનું કલેક્શન કરી ચૂકી છે. આ કારણથી ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન સારું રહ્યું છે અને આમિર ખાનની ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરવામાં સફળ રહી છે. તમને જણાવી દઈએ કે, દેશી અને વિદેશી કમાણી સહિત 'લાલ સિંહ ચઢ્ઢા'નું વિશ્વભરમાં બોક્સ ઓફિસ કલેક્શન 108.47 કરોડ રહ્યું છે. જોકે, 25 ઓગસ્ટે વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઈગર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જેથી, એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ રિલીઝ થયા પછી, 'લાલ સિંહ ચઢ્ઢા'ની કમાણીમાં વધુ ઘટાડો થઈ શકે છે.
આ પણ વાંચો.....
CBI RAID : દિલ્લીમાં નવી દારૂ નીતિ મામલે CBIએ મનીષ સીસોદીયા સહીત 15 વિરુદ્ધ નોંધી FIR
Mathura: જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ, બે ભક્તોના મોત, અનેક ઘાયલ
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા
Crime News: સુરતમાં માત્ર 300 રુપિયા માટે મિત્રએ કરી બીજા મિત્રની હત્યા
Salman Khan: Boycott Tiger 3 ટ્રેન્ડ થતા જ સલમાન ખાને લીધો મોટો નિર્ણય