આ દિવસોમાં બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ દસવીના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમની આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. દસવી ફિલ્મમાં અભિષેક સાથે યામી ગૌતમ અને નિમરત કૌર લીડ રોલમાં જોવા મળશે. દસવીના પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યુમાં અભિષેક બચ્ચને પુત્રી આરાધ્યાનો આટલો સારો ઉછેર કરવા માટે પત્ની ઐશ્વર્યા રાયનો આભાર માન્યો હતો. એમ પણ કહ્યું કે તેના કારણે જ તે બહાર કામ કરવા જઈ શકે છે.


ફિલ્મ કમ્પેનિયન સાથેની ખાસ વાતચીતમાં અભિષેક બચ્ચને કહ્યું કે ઐશ્વર્યા રાય એક શાનદાર માં છે. તેમના આરાધ્યા પ્રત્યેના સમર્પણ વિશે હું કંઈ કહી શકું નથી. અમારી દીકરી પ્રત્યેના તેમના સમર્પણને કારણે જ હું બહાર જઈ શકું છુ અને કંઈ પણ કરી શકું છું.


અભિષેકે કહ્યું કે, આરાધ્યાના મિત્રો ઘરે આવ્યા પછી સ્ટાર્સ-સ્ટક થઈ જાય છે. સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આરાધ્યાના મિત્રો તેના ઘરે આવે છે ત્યારે ચિલ્ડ આઉટ રહે છે. આ જનરેશન બહુ કુલ છે. આરાધ્યાની માતાએ તેને સામાન્ય બાળકની જેમ ઉછેર કર્યો છે. અમારુ જીવન સામાન્ય છે.


ઐશ્વર્યા રાયે આ સલાહ આપી હતી
અભિષેક બચ્ચને જણાવ્યું કે તેની પત્ની ઐશ્વર્યા રાયે એક વખત તેને ખાસ સલાહ આપી હતી. તેમણે કહ્યું કે ઐશ્વર્યાએ એક વખત તેને કહ્યું હતું કે હંમેશા તેની ઝિપ અને દાંત ચેક કરવા જોઈએ. અભિષેકે તેને શાનદાર સલાહ ગણાવી હતી.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિષેક છેલ્લે ક્રાઈમ થ્રિલર ફિલ્મ બોબ બિસ્વાસમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ જી5 પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અભિષેક સાથે ચિત્રાગંદા સિંહ લીડ રોલમાં જોવા મળી હતી. અભિષેક હવે દસવીમાં જોવા મળશે. આ ફિલ્મ 9મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે. તે ટૂંક સમયમાં વેબ સીરિઝ બ્રેથનું શૂટિંગ કરવા જઈ રહ્યો છે.