KRK Admitted in Hospital: વાંધાજનક ટ્વીટ કરવા બદલ ધરપકડ કરાયેલા ફિલ્મ અભિનેતા અને વિવેચક કમાલ રાશિદ ખાન ઉર્ફે KRKને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ તેને મુંબઈની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે ધરપકડ બાદ કેઆરકેને પોલીસે બોરીવલી કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.


મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી


એક અધિકારીના જણાવ્યા અનુસાર કેઆરકેની સોમવારે મોડી રાત્રે દુબઈથી આવ્યા બાદ મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કમાલ ખાનને બોરીવલીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેની તપાસ માટે ચાર દિવસની કસ્ટડી આપવા વિનંતી કરી હતી. પરંતુ કોર્ટે આ વિનંતીને ફગાવી દીધી હતી અને કમાલ ખાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો.


એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, KRK સામે 2020માં ભારતીય દંડ સંહિતાની કલમ 153 (હુલ્લડો કરાવવાના ઈરાદા સાથે ઉશ્કેરણી) અને 500 (બદનક્ષી માટે સજા) અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ FIR નોંધવામાં આવી હતી. આ પહેલાં KRK વિરુદ્ધ 'લુકઆઉટ સર્ક્યુલર' પણ જાહેર કરવામાં આવ્યો હતો.


કેઆરકેએ લવ જેહાદ વિશે ટ્વીટ કર્યું હતુંઃ


મલાડ પોલીસે વર્ષ 2020ના ટ્વીટના સંબંધમાં KRKની ધરપકડ કરી હતી. તે ટ્વીટમાં કેઆરકેએ લવ જેહાદ વિશે કોમેન્ટ્સ લખી અને પોસ્ટ કરી હતી. KRK વતી તેના વકીલે આજે જામીન માટે અરજી કરી હતી, જેની સુનાવણી હવે 2 સપ્ટેમ્બરે થશે.


આ પહેલા પણ KRK ઘણી વખત આવી મુશ્કેલીઓનો સામનો કરી ચુક્યો છે. વિવાદાસ્પદ નિવેદનો માટે ધરપકડ કરવામાં આવી છે. થોડા સમય પહેલા બોલિવૂડ એક્ટર સલમાન ખાને પણ KAK વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. કારણ કે KRKએ તેની ફિલ્મ રાધેને લઈને નેગેટિવ રિવ્યુ કર્યો હતો.  કેએકે એ તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી બોલીવુડ અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે ટીવીના સૌથી વિવાદાસ્પદ શો બિગ બોસમાં પણ જોવા મળ્યો છે. કમાલ આર ખાન એક્ટર હોવાની સાથે પ્રોડ્યુસર પણ છે. તેણે ઘણી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.