નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના યુવા ક્રિકેટર શુભમન ગીલે તાજેતરના સમયમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શુભમન ગિલે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં સારો દેખાવ કર્યો છે. હાલમાં એશિયા કપ ચાલી રહ્યો છે અને તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.  આ દરમિયાન શુભમન ગિલની એક તસવીર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહી છે.






ટીમ ઈન્ડિયાનો યુવા સ્ટાર શુભમન ગિલ બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સાથે જોવા મળ્યો છે. બંને એક રેસ્ટોરન્ટમાં ડિનર કરી રહ્યા છે, જ્યાં એક ફેને તેમનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. થોડી જ વારમાં આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.






શુભમન ગિલનું નામ અગાઉ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે જોડાયું હતું. એક રિપોર્ટ અનુસાર, બંન્ને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું છે. એક રિપોર્ટ અનુસાર સારા તેંડુલકર અને શુભમન ગિલે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે.






સોશિયલ મીડિયા પર સારા અલી ખાન અને શુભમન ગિલના ડિનર ડેટની તસવીરો બહાર આવ્યા બાદ  અનેક પ્રકારના મીમ્સ બનવા લાગ્યા હતા. કેટલાક ચાહકોએ મીમ બનાવીને લખ્યું કે સારા તો સારા હોવે હૈ, પછી તે તેંડુલકર હોય કે ખાન. આ સિવાય કેટલાક ફેન્સે વિવિધ પ્રકારની ફની પોસ્ટ પણ શેર કરી છે.






ઉલ્લેખનીય છે કે 22 વર્ષીય શુભમન ગિલને ટીમ ઈન્ડિયાનો ભાવિ સુપરસ્ટાર માનવામાં આવે છે. અત્યાર સુધી તેણે ટીમ ઈન્ડિયા માટે મળેલી તમામ તકોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શુભમન ગિલે ટીમ ઈન્ડિયા માટે 9 વનડે રમી છે, જેમાં તેણે 71ની એવરેજથી 499 રન બનાવ્યા છે. જ્યારે 11 ટેસ્ટમાં લગભગ 31ની એવરેજથી 579 રન છે.