Kamaal R Khan On Vinesh Phogat Disqualified From Paris Olympics: ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ મહિલા કુસ્તી વર્ગની સેમિફાઇનલમાં શાનદાર જીત મેળવીને સમગ્ર દેશને ગૌરવાન્તિત કર્યા હતા. પરંતુ ફાઇનલ મેચ રમી શકી ન હતી, ફાઇનલ મેચ પહેલા વિનેશ ફોગાટનું વજન કેટેગરી કરતાં 100 ગ્રામ વધુ આવતા ડિસ્કવૉલિફાઇ કરવામાં આવી હતી. ડિસ્ક્વૉલિફાય થતાં જ આખા દેશ અને સમગ્ર રમતગમત જગતમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી. હવે આ મામલે બૉલીવુડ એક્ટરે ટ્વીટ કરીને નિશાન તાક્યુ છે.
પેરિસ ઓલિમ્પિક 2024માંથી વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાને કારણે કરોડો ભારતીયોના દિલ તૂટી ગયા છે. મહિલા કુશ્તીની ફાઇનલમાં પહોંચ્યા બાદ વિનેશને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. બોલિવૂડ સેલેબ્સ પણ આ દુઃખદ સમાચાર પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે એક બોલિવૂડ એક્ટરે આરોપ લગાવ્યો છે કે ગુંડાઓએ હિન્દુસ્તાનની દીકરી વિનેશને હરાવી દીધી છે.
વિનેશના ડિસ્ક્વૉલિફાઇ થવા પર શું બોલ્યો એક્ટર કમાલ રાશિદ ખાન ?
બોલિવૂડ સેલેબ્સ પણ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માંથી બાકાત રાખવા અંગે સતત તેમના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. વળી, કમાલ રાશિદ ખાન, એટલે કે કેઆરકે, જે પોતાને અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કહે છે, તેણે પણ X પર પોસ્ટ કરીને વિનેશને પ્રોત્સાહિત કર્યા છે.
વિનેશના પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થવાથી કમાલ રાશિદ ખાન પણ દુઃખી છે. ઇન્સ્ટાગ્રામ પર વિનેશ ફોગટની એક તસવીર શેર કરતા તેણે લખ્યું કે, 'ફરી એક વખત ગુંડાઓએ તેમની શક્તિનો દુરુપયોગ કર્યો છે અને ભારતની દીકરીને હરાવી છે! પરંતુ વિનેશ ભારતીયો માટે વિજેતા હતી, વિજેતા છે અને હંમેશા વિજેતા રહેશે.
કેમ ડિસ્ક્વૉલિફાઇ થઇ વિનેશ ફોગાટ ?
વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માંથી ગેરલાયક ઠેરવવા પાછળનું કારણ ખૂબ જ આશ્ચર્યજનક છે. તમને જણાવી દઈએ કે વિનેશને તેના વધારે વજનના કારણે બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. તે આ આઘાત સહન ન કરી શકી. આ પછી તેની તબિયત લથડી હતી, અને હવે તેને કુશ્તીમાંથી વિદાય લઇ લીધી છે.
ભારતીય ઓલિમ્પિકિ સંઘે આપ્યુ આ નિવેદન
આ બાબતે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે, દુઃખની સાથે ભારતીય દળ વિનેશ ફોગાટને મહિલા કુશ્તી 50 કિગ્રા વજન વર્ગમાંથી અયોગ્ય જાહેર કરવાના સમાચાર શેર કરી રહી છે. આખી રાત ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન અમુક ગ્રામ વધીને 50 કિલોથી વધુ થઈ ગયું. ટીમ આ સમયે વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે. તે હાલની સ્પર્ધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.