ગંગૂબાઇના પરિવારજનોએ બૉમ્બે સિટી સિવિલ કોર્ટમાં હૂસેન જૈદી, ફિલ્મ મેકર સંજય લીલા ભંસાળી અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ વિરુદ્ધ 22 ડિસેમ્બરે એક કેસ દાખલ કર્યો છે. ગંગુબાઇ તરફથી દાખલ કરવામાં આવેલા કેસ પર કોર્ટે 3થી 7 જાન્યુઆરી સુધી જવાબ આપવાનો આદેશ કર્યો છે.
હુસૈન જૈદીના પુસ્તક પર આધારિત છે ફિલ્મ
ખરેખરમાં ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડી જાણીતા રાઇટર હુસૈન જૈદીની બુક 'માફિયા ક્વિન્સ ઓફ મુંબઇ' પર આધારિત બતાવવામાં આવી રહી છે. ફિલ્મનુ શૂટિંગ સતત ચાલુ છે, અને આ બધાની વચ્ચે ગંગુબાઇના પરિવાર તરફથી ફિલ્મને લઇને સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. ફિલ્મને લઇને આલિયાના લૂકની પણ તસવીરો સોશ્યલ મીડિયા પર આવી ચૂકી છે, અને આને લઇને ફેન્સ પણ જુદીજુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. ફિલ્મ સિટીમાં આ ફિલ્મને લઇને સાડા છ કરોડનો ખર્ચ કરીને સેટ ઉભો કરવામાં આવ્યો છે.
ગુજરાતના કાઠિયાવાડની રહેવાસી ગંગૂબાઇને ખુબ નાની ઉંમરમાં દેહવ્યપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી, મુંબઇના માફિયા વર્લ્ડના કેટલાય કુખ્યાત અપરાધી ગંગૂબાઇની ગ્રાહક હતા. કમાઠીપુરામાં ગંગૂબાઇએ પોતાના કોઠા પરથી બાદમાં દેહવ્યપાર સાથે જોડાયેલી મહિલા માટે કેટલાક મહત્વના સામાજિક કામ કર્યા. આ પછી તે આ વિસ્તારમાં ખુબ જાણીતી થઇ ગઇ હતી.