આમ જોઇએ તો કરિશ્મા કપૂર 90ના દાયકામાં આમિર ખાન સાથે આવેલી ફિલ્મ રાજા હિન્દુસ્તાનીના કારણે લાઇમલાઇટ આવી હતી. આ તેની સુપરહિટ ફિલ્મ હતી, જેના કારણે કરિશ્મા રાતોરાત ટૉપ પર આવી ગઇ હતી.
એબીપી ન્યૂઝમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, જુહી ચાવલાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન મોટો ખુલાસો કર્યો હતો, 90ની સુપરહિટ ફિલ્મ રાજા હિન્દુસ્તાની પહેલા જુહી ચાવલાને ઓફર કરવામાં આવી હતી, ફિલ્મ મેકર્સે આમિરની સાથે જુહીને ફિલ્મમાં ઉતારવાની માંગ કરી હતી, પણ જુહીએ આ ફિલ્મની ઓફરને રિજેક્ટ કરી દીધી હતી.

જુહીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે દિલ તો પાગલ હૈમાં પણ કરિશ્માની જગ્યાએ તેને પહેલા ઓફર આવી હતી, પણ તેને ન હતી સ્વીકારી. તે સમયે તેને લાગતુ હતુ કે મારા વિના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ નહીં થાય. મને ઘણીબધી સારી ફિલ્મો મળી પણ મારા ઇગોના કારણે મે ગુમાવી દીધી હતી.
તેને વધુમાં કહ્યું કે મારી રિજેક્ટ કરાયેલી ફિલ્મો કરિશ્મા કપૂરને મળી ગઇ, અને એક્ટ્રેસની કેરિયર બની ગઇ. જુહીને લાગે છે કે કરિશ્મા કપૂરને પોતાની કેરિયરમાં જે પણ સફળતા મળી છે તેનુ મોટુ કારણ જુહી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન જુહી ચાવલાએ પોતાના ઇગો અને કરિશ્માની કેરિયર વિશે ખુલીને વાત કરી હતી.