મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત વિરુદ્ધ ગુરુવારે મુબઇના એક વકીલે ગુનાખોરીની ફરિયાદ નોંધાવી છે. વકીલે તેના પર આરોપ લગાવ્યો છે કે તેને એક સ્થાનિક કોર્ટના તે ફેંસલા વિરુદ્ધ ટ્વીટ કર્યુ હતુ, જેના પર કોર્ટે તેની વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. મુંબઇ પોલીસે આને લઇને સમન્સ પાઠવ્યુ છે, કંગના રનોતે થોડીક મિનીટો પહેલા જ આને લઇને એક ટ્વીટ કર્યુ છે.


કંગના રનૌતે ટ્વીટ કરીને જણાવ્યુ કે તેને જેલમાં મોકલવાની કોશિશ કરવામાં આવી રહી છે, દેશમાં વધી રહેલા ઇન્ટૉલરન્સ પર પણ તેને સવાલો ઉઠાવ્યા છે, અને આમિર ખાનને ટેગ કર્યો છે. તેને લખ્યુ- જેવી રીતે રાની લક્ષ્મીબાઇનો કિલ્લો તોડ્યો હતો, મારુ ઘર તોડી નંખાયુ, જેવી રીતે સાવરકરજીને વિદ્રોહ માટે જેલમાં મોકલવામાં આવ્યા હતા, મને પણ જેલમાં મોકલવાની કોશિશ કરવામાં આવી રહી છે. ઇન્ટોલરન્સ ગેન્ગને જઇને કોઇ પુછો કેટલુ કષ્ટ સહ્યા છીએ, તેમને આ ઇન્ટૉલરન્સ દેશમાં?



કોર્ટના આદેશ પર FIR
ઉલ્લેખનીય છે કે કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલને મુંબઇ પોલીસે સમન્સ પાઠવ્યુ છે, અને આગામી અઠવાડિયે પુછપરછ માટે બોલાવી છે. બન્ને વિરુદ્ધ બાંદ્રા મેટ્રૉપોલિટન મેજિસ્ટ્રેટના આદેશ પર વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. અંધેરી મજિસ્ટ્રેટ કોર્ટમાં નોંધાયેલી ફરિયાદમાં વકીલ કાશિફ ખાન દેશમુખે કંગના પર દેશદ્રોહ અને બે ધાર્મિક સમુદાયની વચ્ચે પોતાના ટ્વીટ દ્વારા મતભેદ ઉભો કરવાના આરોપ લગાવ્યા છે.

કંગના પર જ્યૂડિસરીનો મજાક ઉડાવવાનો આરોપ
વકીલે ફરિયાદમાં કહ્યું- કંગના રનૌતે ભારતના વિભિન્ન સુમદાયો, કાયદાના આ દેશ અને આધિકારીક સરકારી વિભાગોને અપમાનિત કર્યા છે, અને એટલુ જ નહીં ન્યાય વ્યવસ્થાની પણ મજાક ઉડાવી છે. આ પછી બાંદ્રા કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે કંગના રનૌત વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવે. કંગનાએ કોર્ટના આ ફેંસલા પર પપ્પૂ સેનાનો ઉપયોગ કર્યો હતો, આ મામલાની સુનાવણી 10 નવેમ્બરે થશે.