Tanushree Dutta Car Accident: ભગવાનના દર્શન કરવા માટે ઉજ્જૈન પહોંચેલી બૉલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તા દૂર્ઘટનાનો શિકાર થઇ ગઇ છે. તેની ગાડીની બ્રેક ફેઇલ થવાના કારણે ઇજાગ્રસ્ત થઇ ગઇ છે. જોકે દૂર્ઘટના બાદ તે પુરેપુરી રીતે સુરક્ષિત ચે. તેને રાજાધિરાજ ભગવાન મહાકાલના આશીર્વાદ લઇને કહ્યું કે - ભગવાન મહાકાલ મને બચાવજો.
બૉલીવુડની જાણીતી અભિનેત્રી તનુશ્રી દત્તા ભગવાન મહાકાલના દર્શન માટે ઉજ્જૈન પહોંચી. તે વ્હીલ ચેર પર રાજધિરાજ ભગવાન મહાકાલની આશીર્વાદ લેવા માટે નંદીહાલ સુધી ગઇ. આ પછી તેને મોટી મુશ્કેલીથી ભગવાન મહાકાલના દરબારમાં શીશ નમાવ્યુ. તનુશ્રી દત્તા દૂર્ઘટનામાં ઘાયલ થઇ ગઇ છે. આ વાતની જાણકારી તેને સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાના ફેન્સને આપી હતી.
એક્ટ્રેસે કહ્યું કે તેને ભગવાન મહાકાલે બચાવી છે, તેને એ પણ કહ્યું કે, ભગવાન મહાકાલ આ જ રીતે તમામ ભક્તોની રક્ષા કરે અને તેમની મનોકામના પણ પુરી કરે, આ પછી તનુશ્રી દત્તાએ સોશ્યલ મીડિયા પર કોઇ સવાલોના જવાબ ના આપ્યા.
અભિનેત્રી તનુશ્રી દત્તાએ સોશ્યલ મીડિયા પર એ પણ લખ્યું કે બ્રેક ફેઇલ થવાથી જીવનમાં પહેલીવાર દૂર્ઘટના ઘટી છે. આજનો દિવસ એકદમ એડવેન્ચર રહ્યો, તેને સોશ્યલ મીડિયા પર દૂર્ઘટનાની જાણકારી આપવાની સાથે સાથે ભગવાન મહાકાલના દર્શનનો ફોટો અને વીડિયો પણ સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કર્યો છે. તેની આ પૉસ્ટ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઇ રહી છે.
આ પણ વાંચો.........
IPL 2022: આઈપીએલની ફાઈનલ મેચ અને પ્લેઓફ મેચ ક્યાં રમાશે તેને લઈ જય શાહે આપ્યુ મોટું અપડેટ
Aaj nu Panchang 4 May 2022: આજે વિનાયક ચતુર્થી, આ છે આજના નક્ષત્ર અને રાહુકાળ
LIC IPO: આતુરતાનો અંત, આજથી ખુલશે LICનો IPO, જાણો કઈ કેટેગરીમાં કેટલું ડિસ્કાઉન્ટ મળશે