IPL 15માં IPL પ્લેઓફની રેસ વધુ રસપ્રદ બની રહી છે. આ સમયે દરેક ટીમ પ્લેઓફમાં જવા માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન, BCCI સેક્રેટરી જય શાહે IPLની પ્લે-ઓફ મેચ અને ફાઈનલ મેચના આયોજન અંગે માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, IPLની 15મી સીઝન 26 માર્ચથી શરૂ થઈ હતી.


IPLની ફાઇનલ મેચ અહીં રમાશેઃ
આઈપીએલના પ્લેઓફના આયોજન અંગે વાત કરતા બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, પ્લેઓફ મેચો અમદાવાદ અને કોલકાતામાં રમાશે. જ્યારે IPLની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. IPLની ફાઇનલ મેચ 29મી મેના રોજ રમાશે. આ ઉપરાંત ક્વોલિફાયર 2 પણ 27 મેના રોજ અમદાવાદમાં જ રમાશે. આ સિવાય ક્વોલિફાયર 1 અને એલિમિનેટર અનુક્રમે 24-25 મેના રોજ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે.


IPL 26 માર્ચે શરૂ થઈ હતીઃ
આ વખતે આઈપીએલ સીઝન 26 માર્ચથી શરૂ થઈ હતી. આ દરમિયાન આઈપીએલની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી જે બાદ હવે સીઝનની ફાઈનલ મેચ 29 મેના રોજ રમાશે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અટકળો લગાવવામાં આવી રહી હતી કે, IPLની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્રમ મોદી સ્ટેડિયમમાં 29 મેના રોજ રમાઈ શકે છે. કોરોના વાયરસ મહામારીના કારણે આ વખતે બાયો-બબલમાં રહીને મહારાષ્ટ્રના સ્ટેડિયમમાં જ સીઝનની લીગ મેચો રમાઈ રહી છે.


IPL પ્લેઓફની રેસ રોમાંચક રહેશેઃ
આઈપીએલમાં પ્લેઓફની રેસ આ સમયે ઘણી રોમાંચક બની રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ સિવાય દરેક ટીમ પ્લેઓફની રેસમાં છે. પોઈન્ટ ટેબલમાં પણ ગુજરાત ટાઈટન્સની ટીમ આ વખતે ટોપ પર છે. તેઓ 8 મેચ જીતીને લગભગ પ્લેઓફમાં પહોંચી ગયા છે. 


આ પણ વાંચોઃ


IPL 2022: 47 મેચ પછી આ બે ટીમોનું પ્લેઓફમાં પહોંચવાનું નક્કી, જાણો બાકીની ટીમોનું શું છે સ્થિતિ