મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) પોતાના પ્રૉજેક્ટ્સ ઉપરાંત બૉલ્ડ અને ગ્લેમરસ અંદાજ માટે પણ જાણીતી છે. હાલમાં એક્ટ્રેસે પોતાનો એક એવો વીડિયો શેર કર્યો છે જેને ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. આ વીડિયોમાં એક્ટ્રેસ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં એકદમ સેક્સી લાગી રહી છે.  


એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બૉલ્ડનેસની તમામ હદો પાર કરતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ લાઇટ યલો બ્રાલેટમાં દેખાઇ રહી છે, સાથે જ એક્ટ્રેસે પોતાના આ લૂકને વ્હાઇટ ટ્રાન્સપરન્ટ કપડાંની સાથે પેર કર્યો છે. તે ખરેખર અદ્ભુત લાગી રહી છે. તેના લુકમાં ચાર ચાંદ લગાવવા માટે અભિનેત્રીએ હળવો મેકઅપ કર્યો છે. ઉર્વશીએ પોતાના વાળ ખુલ્લા છોડી દીધા છે. તેણે તેના માથા પર ચશ્મા લગાવ્યા છે. તેનો આ અંદાજ જોઈ ફેંસ દીવાના બન્યા છે. આ વીડિયોથી ઉર્વશીએ ફરી એકવાર ઈન્ટરનેટનો પારો ઉંચો કરી દીધો છે. 


આપ્યુ ખાસ કેપ્શન-
એક્ટ્રેસ ઉર્વશીએ વીડિયો શેર કરતી વખતે ખાસ કેપ્શન પણ આપ્યુ છે, તેને લખ્યું- ‘જ્યારે કોઈ તમને બતાવે કે તે કોણ છે. તો પહેલીવાર તેના પર વિશ્વાસ કરો.’ ફેન્સને એક્ટ્રેસનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે. 




વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે હવે Jio સ્ટુડિયોની આગામી વેબ સિરીઝ “ઇન્સ્પેક્ટર અવિનાશ” માં રણદીપ હુડ્ડા સાથે જોવા મળશે. તે ટૂંક સમયમાં તમિલમાં પણ ડેબ્યૂ કરવા જઈ રહી છે. જાણવા મળ્યું છે કે આ એક મોટા બજેટની ફિલ્મ હશે, જેમાં ઉર્વશી એક IITN અને માઇક્રોબાયોલોજિસ્ટની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે, અભિનેત્રી દ્વિભાષી થ્રિલર “બ્લેક રોઝ” અને “થિરુતુ પાયલ 2” ની હિન્દી રીમેકમાં પણ જોવા મળશે.


 


 


આ પણ વાંચો........


India Corona Cases: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ


ગુજરાતના આ જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત


ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનમાં લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઇ મંજૂરી?


રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ?


35 YouTube ચેનલને મોદી સરકારે કરી બ્લોક, ભારત વિરોધી કન્ટેન રજૂ કરાતુ હતું